Aapnu Gujarat
મનોરંજન

મૌની રોય ટ્રેડિશનલ ડ્રેસમાં હોટ અંદાજમાં દેખાઇ

લોકપ્રિય ટીવી સ્ટાર મૌની રોય હાલમાં પોતાના એક ફોટાના કારણે ભારે ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર મૌની રોય દ્વારા આ ફોટો મુકવામાં આવ્યો છે. જેમાં તે ટ્રેડિશનલ ડ્રેસમાં ખુબ હોટ અંદાજમાં નજરે પડી રહી છે. હમેંશાની જેમ તેના આ ફોટાના કારણે પણ તે ચર્ચામાં આવી ગઇ છે. તે સોશિયલ મિડિયા પર છવાયેલી છે. આ ફોટોમાં મૌની રોય ખુબ ખુબસુરત નજરે પડી રહી છે. ફોટો જોઇને કહી શકાય છે કે તે ભરપુર મેક અપમાં દેખાઇ રહી છે. અત્રે નોંધનીય છે કે મૌની રોય નાગિન સિરિઝમાં નજરે પડી હતી. આ ટીવી સિરિયલમાં તે લોકપ્રિય થઇ ગઇ હતી. તે ટીવી શો ક્યો કિ સાંસ ભી કભી બહુ થી મારફતે લોકપ્રિય થઇ હતી. તે ટુંકા ગાળામાં જ ખુ લોકપ્રિય થઇ ગઇ હતી. ફિલ્મોની વાત કરવામાં આવે તો તે ટુંક સમયમાં જ અક્ષય કુમારની સાથે ગોલ્ડ ફિલ્મમાં નજરે પડનાર છે. ગોલ્ડ વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ લંડનમાં યોજાયેલા ૧૯૪૮ ઓલ્મિયાડ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ ભારત દ્વારા હાંસલ કરવામાં આવેલા પ્રથમ મેડલ પર આધારિત છે. ફિલ્મ સાથે સંબંધિત મોટા ભાગના લોકો માને છે કે નિર્દેશક રીમા કાગતીની ફિલ્મમાં અક્ષય કુમાર, કૃણાલ કપુર, અમિત સાધની ભૂમિકા રહેશે. સની કૌશલની પણ ભૂમિકા રહેલી છે. મૌની રોય સલમાન સહિત તમામ મોટા સ્ટાર સાથે સંબંધ ધરાવે છે. મૌની રોય સલમાન ખાન સાથે ફિલ્મ મેળવી લેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.તેને દબંગ સિરિઝમાં તક મળી શકે છે.
ટીવી સ્ટાર મૌની રોય બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી છે. મૌની બોલિવુડ અને ટેલિવીઝનના ક્ષેત્રમાં હજુ સુધી મળેલી સફળતાથી ભારે ખુશ છે. તે વધારે મહેનત સાતે આગળ વધવા માટે આશાવાદી છે.મૌની રોય બોલિવુડમાં હોટ સ્ટાર તરીકે ઉભરી રહ્યા છે.

Related posts

બનિતા સંધુ બોલિવુડમાં હવે કેરિયર બનાવવા માટે તૈયાર

aapnugujarat

ઝરીનની આડેધડ ફિલ્મ કરવા માટેની કોઇ પણ યોજના નથી

aapnugujarat

સની લિયોનને દબંગ-૩માં લેવા માટે અરબાજ ઇચ્છુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1