Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સોશિયલ મીડિયા પર ટ્રમ્પથી વધારે પોપ્યુલર છે વડાપ્રધાન મોદી

સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ મામલે ભલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્‌વીટર પર વૈશ્વિક નેતાઓમાં સૌથી આગળ હોય પરંતુ ફેસબુક પર તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા ઘણા પાછળ છે. કોમ્યુનિકેશન ફર્મ બર્સન માર્ટસ્ટેલરના એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. બુધવારે પ્રકાશિત આ અધ્યયન અનુસાર, વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદી ફેસબુક પર સૌથી વધારે ફોલો કરવામાં આવતા નેતા છે. મોદીને ૪૩.૨ મિલિયન લોકો ફોલો કરે છે. આ આંકડા ટ્રમ્પના ૨૩.૧ મિલિયન ફેસબુક ફોલોઅર્સની સંખ્યાની તુલનામાં લગભગ બે ગણી છે. સ્ટડીમાં ૬૫૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમના ફેસબુક પેજની ૧ જાન્યુઆરી ૨૦૧૭થી ગણતરી કરવામાં આવી. ગત ૧૪ મહિનામાં ટ્રમ્પના પેજ પર ૨૦૪.૯ મિલિયન કમેન્ટ, લાઈક્સ અને શેર આવ્યા, ત્યાંજ વડાપ્રધાન મોદીના પેજ પર ૧૧૩.૬ મિલિયન કમેન્ટ, લાઈક્સ અને શેર આવ્યા છે. અભ્યાસમાં એ પણ જાણકારી આપવામાં આવી કે ટ્રમ્પ એક દિવસમાં ૫ વાર ફેસબુક પર પોસ્ટ કરે છે અને પીએમ મોદી ૨કે ૩ વાર પોસ્ટ કરે છે. ફોલોઅર્સના મામલે સ્ટડીમાં જણાવાયુ કે જોર્ડનના રાણી ત્રીજા નંબરે છે. તેના ૧૬ મિલિયન ફોલોઅર્સ છે. કમ્બોડિયાના વડાપ્રધાન હુન સેન આ કતારમાં પાંચમાં સ્થાને છે. લગભગ ૫૦ ટકાના અંતરની સાથે વર્તમાનમાં સમયમાં ફોલોઅર્સની સંખ્યા લગભગ ૯૬ લાખ છે. તેમના ફોલોઅર્સની કુલ સંખ્યા કમ્બોડિયાના કુલ ફેસબુક યુઝર્સથી પણ વધારે છે. કમ્બોડિયામાં ૭૧ લાખ ફેસબુક યુઝર્સ છે.

Related posts

ત્રિપલ તલાક પ્રશ્ને અપરાધને જામીનપાત્ર કરવા રાજ્યસભામાં કોંગ્રેસ દ્વારા માંગ કરાશે

aapnugujarat

નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો

aapnugujarat

સીએનજી,પીએનજી,વીજળીના ભાવમાં વધારો થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1