Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી : શ્રેણીબદ્ધ કાર્યક્રમ

ગુજરાત સ્થાપના દિવસની આજે રાજ્યભરમાં પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભરુચ ખાતે કરવામાં આવનાર છે. રાજ્યભરમાં જુદા જુદા કાર્યક્રમો યોજાનાર છે પરંતુ મુખ્ય કાર્યક્રમ ભરુચમાં થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભરૂચ ખાતે થઈ રહી છે. આ અવસરે તા. ૧લી મેના રોજ યોજાનારા વિવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. ૯.૦૦ વાગે કોસમડી તળાવ ખાતે સુજલામ સુફલામ યોજનાનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવી, જાહેરસભાને સંબોધન કરશે. તેઓ ૧૧.૦૫ વાગે શુકલતીર્થ ખાતે સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવી, જાહેરસભાને સંબોધન કરશે. તેઓ ૧૧.૦૫ વાગે શુકલતીર્થ ખાતે સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવી, વૃક્ષારોપાણ કરશે. તેમજ યાત્રાધામ વિકાસ માટે ૪૦ કરોડના વિકાસકામોનું ભુમિપૂજન કરશે. મુખ્યમંત્રી ૧૨.૦૫ વાગે ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચની વિરાસત પ્રદર્શનની મુલાકાત લઈ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી સાંજના ૫ વાગે ઝાડેશ્વર ખાતે પોલીસ પરેડના ફલેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી, સાંજે ૭ વાગે કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. સ્થાપના દિવસના ભાગરુપે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી ચુક્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને સ્થાપના દિવસની એક સાથે ઉજવણી કરે છે. બંને રાજ્યો આજે સૌથી વિકસિત રાજ્યો પૈકીના એક તરીકે ઉભરી ચુક્યા છે. ગુજરાત સ્થાપના દિવસના પ્રસંગે તૈયારીરુપે છેલ્લા ઘણા દિવસથી કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. અમદાવાદ શહેર અને રાજ્યના જુદા જુદા ભાગોને ખાસરીતે શણગારવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો પ્રતિવ્યક્તિદીઠ આવક ૧૫૧૩૬૨ રૂપિયા છે. ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર ૭૯.૩૧ ટકા રહ્યો છે. જે સરેરાશ કરતા ખુબ સારો કહી શકાય છે. જુદી જુદી પાર્ટીઓ દ્વારા પણ પોતપોતાની રીતે ઉજવણીના કાર્યક્રમો તૈયાર કરાયા છે. ગુજરાતમાં સત્તાવારરીતે ભાષા ગુજરાતી છે. ગુજરાતમાં મોટાભાગે ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે. ભારતમાં ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકે ગુજરાતની ગણતરી કરવામાં આવે છે. લોથલને ખુબ જ લોકપ્રિય સ્થળ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતમાં ગીર વન્ય અભ્યારણ્યની અભૂતપૂર્વ લોકપ્રિયતા છે જ્યાં એશિયાટિક સિંહ માટે એકમાત્ર ઘર છે. દરમિયાન રાજ્યપાલ ઓપી કોહલી તા. ૧લી મે ૨૦૧૮ના રોજ સવારે ૮.૪૦ વાગે રેવા સુગર મેદાન હેલીપેડ, તા. આમોદ, ભરૂચ ખાતે હવાઈમાર્ગે આવી, ૯-૪૫ વાગે ચકલાદ, સરભાણ ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રારંભ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ સાંજના ૫.૦૦ વાગે સાંઈ મંદિર ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અવસરે યોજાયેલી પોલીસ પરેડને ફલેગ ઓફ કરાવશે. રાજ્યપાલ સાંજના ૭ વાગે કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપસ્થિત રહેશે.

Related posts

ગુજરાતનો વિકાસ અમારો મુખ્ય સંકલ્પ : નીતિન પટેલ

aapnugujarat

દાહોદ ભાજપ દ્વારા કુપોષિત બાળકોને દત્તક લઈ પૌષ્ટિક આહાર આપવામાં આવશે. 3 માસ સુધી બાળકનું મેડિકલ કરાવી ધ્યાન રાખી સૂપોષીત કરાશે

aapnugujarat

Protest held by Gujarat Congress against farm laws

editor

Leave a Comment

UA-96247877-1