Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહાભિયોગ : વેંકૈયાના નિર્ણય સામે કોંગી સુપ્રીમમાં જશે

ચીફ જસ્ટિસની સામે મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યા બાદ કોંગ્રેસે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના નિર્ણયની ટિકા કરી છે. કોંગ્રેસે કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિએ ઉતાવળમાં આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. વેંકૈયાએ કોઇ નિષ્ણાતો સાથે આના અંગે વાતચીત કરી ન હતી. કોંગ્રેસના રાજ્યસભા સાંસદે કહ્યું છે કે, આ ચુકાદાની સામે કોર્ટમાં જવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું છે કે, ચીફ જસ્ટિસની સામે લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને અસ્વીકાર કરીને ઉપરાષ્ટ્રપતિએ કોઇ તર્કસંગત નિર્ણય કર્યો નથી. બંધારણીય નિયમો હેઠળ રાજ્યસભાના અધ્યક્ષને માત્ર સાંસદોની સંખ્યા ધ્યાનમાં લેવાની જરૂર હોય છે. સાથે સાથે તેમના હસ્તાક્ષરોમાં તપાસની જરૂર હોય છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રસ્તાવને ફગાવતા પહેલા ઓછામાં ઓછા કોલેજિયમની બાબતને ધ્યાનમાં લેવાની જરૂર હતી પરંતુ ખુબ જ ઉતાવળમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ચીફ જસ્ટિસ ઉપર મુકવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટેનો અધિકાર રાજ્યસભાના અધ્યક્ષ પાસે નથી. સંપૂર્ણ તપાસ કમિટિ જ આ અંગેનો નિર્ણય કરી શકે છે કે મુકવામાં આવેલા આક્ષેપ યોગ્ય છે કે ખોટા પરંતુ રાજ્યસભા અધ્યક્ષે દુવિધાભરી સ્થિતિમાં મહાભિયોગના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ ચુકાદાની સામે કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, અમે હાલમાં આ મુદ્દા પર વધારે વાત કરવા તૈયાર નથી પરંતુ આટલું જ કહીશું કે આ ચુકાદો ગેરકાયદે અને તમામને આશ્ચર્યચકિત કરનાર છે. આ ચુકાદાને અભૂતપૂર્વ કહી શકાય છે. મહાભિયોગની પાછળ અમારો ઉદ્દેશ્ય રાજકીય નહીં બલ્કે નિષ્પક્ષ ન્યાયપાલિકા અને બંધારણીય સંસ્થાની મજબૂૂતી માટે કરવામાં આવેલી એક મોટી પહેલ તરીકે છે.

Related posts

मानहानि केस : गुजरात की सूरत कोर्ट में राहुल गांधी ने नहीं कबूला गुनाह

aapnugujarat

मुजफ्फरपुर में बच्चों की मौत की वजह से PM मोदी के डिनर में शामिल नहीं होगी RJD

aapnugujarat

नागरिकता संशोधन कानून का रजनीकांत ने किया समर्थन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1