Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માનહાનિના કેસમાં જેટલીએ કેજરીવાલની માફી સ્વીકારી

કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની માફીને સ્વીકારી લીધી છે. અપરાધિક માનહાનિના મામલામાં સમાધાનની ઈચ્છાથી બંન્ને તરફથી સોમવારના દિવસે દિલ્હીની કોર્ટમાં સંયુક્ત અરજી દાખલ કરવામાં આવી હતી. મંગળવારના દિવસે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, જેટલીએ કેજરીવાલની સામે કોર્ટમાં અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અગાઉ એવી અટકળો હતી કે અરવિંદ કેજરીવાલની માફી બાદ પણ જેટલી તેમને માફી આપવાના મુડમા ન હતા. કેજરીવાલ સામેનો કેસ જેટલી પર લેશે નહી તેમ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ બંન્ને નેતાઓ તરફથી દાખલ કરવામાં આવેલી સંયુક્ત અરજીથી આ પ્રકારની અટકળોનો અંત આવી ગયો છે. જેટલીએ કેજરીવાલની માફીમાં કોઈ નવી વાત કરી નથી. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પહેલાથી જ માનહાનિના કેટલાક કેસોમાં માફી માંગી ચુક્યા છે. કેજરીવાલે જેટલીને લખેલા પત્રમાં માફી માંગતી વેળાએ કહ્યું હતું કે, ડીડીસીએના પ્રમુખ તરીકેના ગાળાને લઈને ૨૦૧૫માં જે આક્ષેપો મુકવામાં આવ્યા હતા તે આક્ષેપો તેમને ખાનગી રીતે કેટલાક લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધાર ઉપર કરવામાં આવ્યા હતા પરંતુ આ માહિતી ખોટી હતી. કોઈ પણ આરોપના સમર્થનમાં પુરાવા મળી શક્યા ન હતા. જેટલીએ ૫મી ઓગસ્ટના દિવસે અરવિંદ કેજરીવાલ અને અન્યોની સામે ગભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

Related posts

વિશ્વ હિંદુ પરિષદે મેરઠમાં જમીન જેહાદના નામે એક ઘર ખરીદીમાં હંગામો મચાવી દીધો

aapnugujarat

અરુણાચલ મુદ્દે ભારત-ચીન ફરી આમને સામને

aapnugujarat

92 रुपए के करीब पहुंचा पेट्रोल

editor

Leave a Comment

UA-96247877-1