Aapnu Gujarat
રમતગમત

વિરાટે દિપિકા સાથે એડ કરવાથી કર્યો ઇનકાર, આરસીબીને ૧૧ કરોડનું નુકસાન

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અવાર નવાર કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહેતો હોય છે. પછી તે ક્રિકેટનું મેદાન હોય કે પછી તેની લવ લાઇફ. એક બાજુ વિરાટ નવી નવી સિદ્ધીઓ હાંસલ કરી રહ્યો છે તો બીજી બાજુ બોલીવુડની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી દિપિકા પાદુકોણ પણ કોઇને કોઇ કારણો સર ચર્ચામાં રહેવા માટે જાણીતી છે. તે આજની બોલીવુડની નંબર વન એક્ટ્રેસ છે. દિપિકા સાથે કામ કરવાની દરેક એક્ટરની ઇચ્છા છે. દિપિકાની ફિલ્મો તો છોડો પરંતુ તેની સાથે એક સિંગલ ફ્રેમ શેર કરવા માટે પણ લોકો તલપાપડ થતાં હોય છે. પરંતુ બોલીવુડની આ ફેમસ એક્ટ્રેસ સાથે કામ કરવાથી વિરાટ કોહલીએ ઇનકાર કરી દીધો છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામે વિરાટ અને દિપિકાને સૌથી જાણીતા સેલિબ્રિટી તરીકે પસંદ કર્યા છે. તેવામાં એડ ફિલ્મ માટે આ બંને સ્ટાર્સને લેવા માગતી બ્રાન્ડ માટે મુશ્કેલી ઉભી થઇ છે. વિરાટે દિપિકા સાથે કામ કરવાથી ઇનકાર કરી દીધો છે જેનું નુકસાન આરસીબીએ ભોગવવુ પડશે. આ બંનેના સાથે કામ કરવાથી આ ફ્રેન્ચાઇઝીને ૧૧ કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઇ શકે છે.
વિરાટની ટીમ આરસીબીએ આ એક્ટિવિટીઝ અથવા એડ માટે ટ્રાવેલ કંપની ગો આઇબીબો સાથે ૧૧ કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી હતી.  કહેવામાં આવી રહ્યું છે કે વિરાટને આ ડીલ કરવામાં કોઇ વાંધો ન હતો પરંતુ જ્યારે ગો આઇબીબોએ પોતાની બ્રાન્ડ એમ્બેસેડર દિપિકા પાદુકોણને આ એડમાં સામેલ કરી ત્યારે વિરાટે આ એડ ફિલ્મ કરવાથી ઇનકાર કરી દીધો.

Related posts

भुवनेश्वर ने नेट्‌स में फरहाट की देखरेख में बहाया पसीना

aapnugujarat

टीम मैनेजमेंट की वजह से लिया था संन्यास : युवराज

aapnugujarat

Sunil Joshi appointed as coach of Uttar Pradesh Ranji team

aapnugujarat

Leave a Comment

UA-96247877-1