Aapnu Gujarat
મનોરંજન

ફિલ્મ ચાલબાજની રીમેકમાં આલિયા ભટ્ટ ડબલ રોલમાં

આશરે ૨૮ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા ભટ્ટની પસંદગ શ્રીદેવીવાળા રોલ માટે કરવામાં આવી છે. ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીના રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે. આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે તે ડેવિડ ધવનની સાથે જુડવા-૩ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. ડેવિડ ધવને હવે તેની પસંદગી કરી લીધી છે. આલિયા ફિલ્મમાં ડબલ રોલ કરનાર છે. ચાલબાજની રીમેક બને તેવી ઇચ્છા શ્રીદેવીએ એક વખતે વ્યક્ત કરી હતી. હવે આ ફિલ્મમાં તેમની ઇચ્છા મુજબ આલિયાને લઇને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવનાર છે. શ્રીદેવીનુ થોડાક દિવસ પહેલા દુબઇમાં મોત થયુ હતુ.ફિલ્મમાં રજનિકાંતના રોલમાં વરૂણ ધવન રહેશે. અનુપમ ખેરના રોલમાં રોલમાં તે પોતે જ નજરે પડી શકે છે.અગાઉની ફિલ્મમાં શક્તિ કપુર અને અન્નુ કપુરની પણ ચાવીરૂપ ભૂમિકા હતી. કાસ્ટિંગને લઇને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં સન્ની દેઓલના રોલમાં કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇની પસંદગી કરવામાં આવી નથી. જો કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શકે છે. રામ અને શ્યામની રીમેક પર ચાલબાજ બનાવવામા ંઆવી હતી.

Related posts

આમીર ખાનની સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

aapnugujarat

ઇરફાન ખાન સાથે કામ કરવાની ઉત્કટ ઇચ્છા હતીઃ કરીના

aapnugujarat

चाहती हूं, धरती से डांसर का वजूद खत्म हो जाए : सपना चौधरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1