Aapnu Gujarat
મનોરંજન

ઇશિતા નામની અભિનેત્રી બોલિવુડમાં આવવા તૈયાર

ગદર એક પ્રેમ કથા જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચુકેલા અનિલ શર્મા હવે વધુ એક શાનદાર ફિલ્મ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રાપ્ત હેવાલ મુજબ અનિલ શર્મા જીનિયસ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મને ૨૪મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં નવી અભિનેત્રી ઇશિતા કામ કરી રહી છે. તેની પસંદગી કરવામાં આવી ચુકી છે. ફિલ્મમાં ઇશિતા અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ સાથે નજરે પડી શકે છે. વર્ષ ૨૦૦૧માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં ઉત્કર્ષ બાળ કલાકાર તરીકે નજરે પડ્યો હતો. ટ્‌વીટર પર આ સંબંધમાં જાહેરાત કરતા અનિલ શર્માએ કહ્યુ છે કે છેલ્લા કેટલાક સમયથી નવી અભિનેત્રીને લઇને શોધ ચાલી રહી હતી. અનિલ શર્માએ હવે ઇશિતાનો ફોટો પણ જારી કર્યો છે. ફિલ્મમાં જીનિયસ તરીકે ઉત્કર્ષ નજરે પડનાર છે. જીનિયસ ફિલ્મ વિજ્ઞાન પર આધારિત એક ફિલ્મ રહેશે. ઇશિતા પ્રથમ વખત બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અનિલ શર્મા મોટા ભાગે એક્શન ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અનિલ શર્મા પહેલા ધર્મેન્દ્રને લઇને અને ત્યારબાદ સની દેઓલની સાથે ફિલ્મો બનાવતા રહ્યા છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તિ અને નવાઝુદ્ધીન સિદ્ધીકી પણ નજરે પડનાર છે. જીનિયસ એક સાયન્સ ફિલ્મ છે. જેમાં એક યુવાન પોતાના પ્રયોગથી દુનિયા બદલી નાંખે છે. આ ફિલ્મ આગામી વર્ષે રજૂ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. અનિલ શર્માએ ફિલ્મમાં અન્ય કલાકારોને લઇને હજુ કોઇ વાત કરી નથી. જો કે અનિલ શર્માની એક્શન ફિલ્મ બનાવનાર ટોપ નિર્માતા નિર્દેશકોમાં પહેલાથી કરવામાં આવે છે.

Related posts

કરીના માટે હવે પરિવાર સૌથી મહત્વપૂર્ણ

aapnugujarat

बेटे को ४ लड़की साथ डेट नहीं करने देना चाहते अक्षय

aapnugujarat

Camila Cabello in as ‘Cindrella’ film set to release on Feb 5, 2021

aapnugujarat

Leave a Comment

UA-96247877-1