Aapnu Gujarat
મનોરંજન

ઋષિ કપૂરનું વિવાદિત નિવેદન, બોલીવુડમાં ઘણાં એક્ટર્સ છે જેને એક્ટિંગ નથી આવડતી

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર હંમેશા પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. તેમણે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે જેના કારણે તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા છે. ઋષિ કપૂરે આ વખતે ફિલ્મ ઉદ્યોગ પર જ નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યુ કે એવા ઘણાં એક્ટર્સ છે જેને એક્ટિંગ નથી આવડતી. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર હંમેશા જ પોતાની વાતો અચકાયા વિના કહેવા માટે જાણીતા છે અને આ જ કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા રહે છે તેમ છતાં તેઓ દરેક વિષય પર પોતાનો અભિપ્રાય રજૂ કરતા હોય છે.તાજેતરમાં જ તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે ફિલ્મ ઉદ્યોગમાં એવા ઘણાં સ્ટાર્સ છે જેને એક્ટિંગ નથી આવડતી. આ ઇન્ટરવ્યુમાં તેમને બોલીવુડમાં આવેલા પરિવર્તન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યુ કે હંમેશા મને લાગ્યુ છે કે ફિલ્મનો સ્ક્રીનપ્લે તેને જીવ હોય છે, તેથી મે એવી કોઇ ફિલ્મમાં કામ નથી કર્યુ જે કન્ટેન્ટ આધારિત હોય છે. જ્યારે તેમને અભિનય અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યુ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણાં એક્ટર્સ છે જેને એક્ટિંગ નથી આવડતી.
આ દરમિયાન ઋષિ કપૂરે આજના સમયે આવેલી ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ અને ‘શુભ મંગલ સાવધાન’ની પ્રશંસા પણ કરી.

Related posts

સેક્સી ઇશા ગુપ્તા બોલિવુડ કેરિયરને લઇ સંપૂર્ણ સંતુષ્ટ

aapnugujarat

ઐશ્વર્યાની બુરાઈ કરતું વિવેકનું ટ્‌વીટ જોઈ અભિષેક ભડક્યો હતો

aapnugujarat

‘दबंग 3’ पिटी तो देशभर में पिटेगी : सलमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1