Aapnu Gujarat
ગુજરાત

મોદીના ગૃહવતન વડનગરમાં ભાજપને ૨૮માંથી ૨૭ સીટો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાંકડી જીત મેળવ્યા બાદ નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી લેવામાં સફળતા મેળવી છે પરંતુ કેટલીક નગરપાલિકાઓને ગુમાવવાની ફરજ પડી છે. છતાં એકંદરે ભાજપનો દેખાવ શાનદાર રહ્યો છે. શરૂઆતમાં પરિણામ જાહેર થવાની શરૂઆત થયા પછી ભાજપને કોંગ્રેસ પાર્ટી જોરદાર ટક્કર આપતી નજરે પડી હતી પરંતુ અંતિમ પરિણામ જાહેર થયા ત્યારે કોંગ્રેસ પાર્ટીને ૧૬ નગરપાલિકા પર બહુમતિ મેળવીને સંતુષ્ટ થવાની ફરજ પડી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીને ૪૭ નગરપાલિકામાં બહુમતિ મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહવતન વડનગરમાં ભાજપે ૨૮માંથી ૨૭ બેઠકો જીતી કોંગ્રેસનો સફાયો કર્યો હતો. ભાજપને જે નગરપાલિકાઓમાં જીત મળી છે તેમાં દ્વારકા, ભાણવડ, કરજણ, વલસાડ, ધરમપુર, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ,બાંટવા, બિલીમોરા, વિજલપોર, તળાજા, શિહોર, હળવદ, બાલાસિનોર, સંતરામપુર, ખેરાલુ, જેતપુર-પાવાગઢ, ઉપલેટા, જસદણ, વલ્લભવિદ્યાનગર, કરમસદ, લાઠી, જાફરાબાદ, ચલાલા, સાણંદ, બાવળા, ધંધુકા, કોડિનાર, માણસા, સોનગઢ, ભચાઉ, રાપર, વિજાપુર, વડનગર, મહેમદાવાદ, ગઢડા, થરાદ, કુતિયાણા, છાયા, હારીજ, ચાણસ્મા, હાલોલ, ઇડર, પ્રાંતિજ, થાનગઢ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીને ૧૬ નગરપાલિકાઓમાં જીત મળી છે. કોંગ્રેસે કબજે કરેલી ૧૬ નગરપાલિકાઓમાં માણાવદર, ધોરાજી, ઝાલોદ, સલાયા, છોટા ઉદેપુર, રાધનપુર, વિસાવદર, વંથલી, ચોરવાડ, લુણાવાડા, ભાયાવદર, ઓડ, બોરીઆવી, રાજુલા, ધાનેરા, તલોદનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પાર્ટીને છ નગરપાલિકાઓનો ૨૦૧૩માં થયેલી નગરપાલિકાની ચૂંટણીની સરખામણીમાં ફાયદો થયો છે.

Related posts

સુજલામ સુફલામ જળ અભિયાન મોટા ફોફળિયાના ખેડૂત ભૂપેન્દ્ર વણકર માટે બન્યુ આર્શીવાદરૂપ

aapnugujarat

સ્વાઈન ફ્લુનો આતંક : વધુ બે દર્દીના મોત

aapnugujarat

૨૦ જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1