Aapnu Gujarat
ગુજરાત

નપા ચૂંટણી : પરિણામ બાદ ભવ્ય ઉજવણીનો દોર રહ્યો

ગુજરાતની ૭૫ નગરપાલિકાઓના ચૂંટણી પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ ઉજવણીનો દોર શરૂ થયો હતો. વિજેતા થયેલા ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી હતી. નગરપાલિકાઓના પરિણામોમાં પણ આજે વિધાનસભા ચૂંટણી જેમ કહીં ખુશી, કહીં ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકો વિજયી સરઘસ, અબીલ-ગુલાલની છોળો ઉડાડતા, ફટાકડા ફોડી સરઘસ-રેલી કાઢતા નજરે પડયા હતા, તો, હારેલા ઉમેદવારો ભારે નિરાશા સાથે ચૂપકીદીથીથી સ્થળ છોડી રવાના થઇ ગયા હતા. આજે સવારે પરિણામ આવવાની શરૂઆત થવાની સાથે જ ઉજવણીની પણ શરૂઆત થઇ ગઇ હતી. મોટાભાગે નગરપાલિકામાં ભગવો લહેરાઈ ગયા બાદ ભાજપના કાર્યકરો ઉત્સાહિત દેખાયા હતા. બીજી બાજુ અનેક જગ્યાઓએ ભાજપ પાસેથી કોંગ્રેસે નગરપાલિકાઓ આંચકી લીધા બાદ આની પણ નોંધ લેવાઈ હતી અને કોંગ્રેસને લોકો પણ ઘણી જગ્યાઓએ ઉજવણી કરતા નજરે પડ્યા હતા. ૭૪ નગરપાલિકામાંથી ભાજપના ફાળે ૪૭ નગરપાલિકાઓ અને કોંગ્રેસને ૧૬ નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી મળી છે. નગરપાલિકાઓની ગત ચૂંટણી કરતાં ભાજપને આ વખતે ૧૪ જેટલી બેઠકોનું નુકસાન થયું છે, જયારે કોંગ્રેસને છથી વધુ નગરપાલિકાનો ફાયદો થયો છે. પરિણામ બાદ ચારેબાજુ ઉજવણીનો દોર દેખાયો હતો. અબીલગુલાલ સાથે ઉજવણીનો દોર ચાલ્યો હતો. વિધાનસભાની જેમ જ નગરપાલિકા ચૂંટણીના પરિણામ પણ તમામની નજર હતી.

Related posts

સ્કૂલની બાજુમાં બનતાં ટાવરનું કામ રોકાવવા સરખેજનાં કોર્પોરેટર અરવિંદ પરમારની તંત્રને ભલામણ

aapnugujarat

કચ્છ માત્ર કાગળ પર અસરગ્રસ્તઃ કચ્છી માડુને ખાવા-પીવાનાં ફાંફાં

aapnugujarat

ધ્રાગધ્રા-માલવણ હાઇવે પાસે થી 1.64 લાખનો દારુ જપ્ત કરાયો

editor

Leave a Comment

UA-96247877-1