Aapnu Gujarat
બિઝનેસ

મિનિમમ બેલેન્સ મર્યાદા SBI ઘટાડે તેવા એંધાણ

સરકારના દબાણ સમક્ષ ઝુંકીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિનિમમ બેલેન્સમાં રાહત આપી શકે છે. શહેરી બ્રાંચમાં હાલમાં મિનિમમ બેલેન્સની મર્યાદા ૩૦૦૦ રૂપિયા છે. બેંક માસિક સરેરાશ બેલેન્સની જરૂરિયાતને ત્રિમાસિક સરેરાશ બેલેન્સને બદલી દેવાની તૈયારીમાં છે. એટલે કે ગ્રાહકોને દર મહિનાના બદલે ત્રિમાસિક આધાર પર પોતાના એકાઉન્ટમાં નિર્ધારિત બેલેન્સ જાળવવાની જરૂર પડશે. બેંક મિનિમમ બેલેન્સની જરૂરને ૧૦૦૦ રૂપિયા કરી શકે છે. જો કે, હજુ નિર્ણય કરાયો નથી. એસબીઆઈએ ગયા વર્ષે જૂન મહિનામાં મિનિમમ બેલેન્સને વધારીને ૫૦૦૦ રૂપિયા કર્યો હતો. અલબત્ત ભારે વિરોધ થયા બાદ મિનિમમ બેલેન્સની મર્યાદા મેટ્રો શહેરોમાં ઘટાડીને ૩૦૦૦ રૂપિયા, અર્ધ શહેરોમાં ૨૦૦૦ અને ગ્રામિણ ક્ષેત્રોમાં ૧૦૦૦ કરી હતી. કિશોર અને પેન્શનરો માટે આ મર્યાદાને ઘટાડવામાં આવી હતી. પેમેન્ટની રકમ ૨૫-૧૦૦ રૂપિયાથી ઘટાડીને ૨૦-૫૦ રૂપિયા કરી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હવે તેના ગ્રાહકોને મોટી રાહત આપે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મિનિમમ બેલેન્સ જરૂરીયાત મર્યાદાને ઘટાડી દેવામાં આવે તેવી શક્યતા છે. શહેરી બ્રાન્ચમાં સરેરાશ મિનિમમ બેલેન્સ મર્યાદા ૩૦૦૦ રૂપિયા છે. જેને ઘટાડીને હવે નીચી સપાટી પર કરવામાં આવે તેવી શક્યતા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હવે સરેરાશ બેલેન્સ જરૂરીયાતને ત્રિમાસિક સરેરાશ બેલેન્સમાં ફેરવી નાંખવા માટે તૈયાર છે. ગ્રાહકોને હવે દર મહિનાના બદલે ત્રિમાસિક રીતે પોતાના એકાઉન્ટને નિર્ધારિત બેલેન્સ સાથે મેનટેન રાખવાની જરૂર પડશે. પ્રાપ્ત અહેવાલ મુજબ બેંક એપ્રિલથી નવેમ્બર દરમિયાન મિનિમમ બેલેન્સ મેન્ટેનેન્સ નહી કરવાના કારણે ગ્રાહકોની પાસેથી ૧૭૭૨ કરોડની જંગી વસુલાત કરી ચુકી છે. સ્ટેટ બેંકની મિનિમમ બેલેન્સ મર્યાદાના કારણે સામાન્ય ખાતા ધારકોને ભારે તકલીફ પડી રહી છે. આના કારણે કેટલીક ફરિયાદ પણ ઉઠી રહી છે. મોટી સંખ્યામાં ગ્રાહકો તો મિનિમમ જરૂરીયાત મર્યાદાને લઇને એસબીઆઇના ખાતા બંધ કરાવી ચુક્યા છે. એસબીઆઇની હિલચાલના કારણે તમામને રાહત થઇ શકે છે. બેલેન્સ જાળવી રાખવાની બાબત તમામ ગ્રાહકોને મુશ્કેલીમાં મુકી રહી હતી. એસબીઆઇ દ્વારા જ્યારે આ મર્યાદા મુકવામાં આવી ત્યારે તેને લઇને કેટલાક ગ્રાહકો અને અર્થશાસ્ત્રીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.જો કે હવે આને લઇને એસબીઆઇ હળવુ વલણ અપનાવવા માટે તૈયાર છે.

Related posts

લોન ડિફોલ્ટર્સને રોકવા સરકારે બનાવી સમિતિ

aapnugujarat

સેંસેક્સમાં ૨૩૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

આઈફોન એપલની કિંમતમાં બજેટ બાદ વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1