Aapnu Gujarat
બિઝનેસ

દક્ષિણ કોરિયા પાક.અધિકૃત કાશ્મીરમાં રોકાણ નહીં કરે

સાઉથ કોરિયાએ વિદેશમાં ઈન્વેસ્ટ કરનારી પોતાની કંપનીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઈન્વેસ્ટ ન કરવાની ચેતવણી આપી છે. સાથે જ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, તે પોતાનો વેપાર ત્યાંથી લઈ લે અને પરત પોતાના દેશ આવી જાય. સાઉથ કોરિયાના આ નિર્ણયને પાકિસ્તાન માટે મોટો આંચકો ગણાવવામાં આવી રહ્યું છે.સાઉથ કોરિયાના ઉપવિદેશ મંત્રી ચો હ્યુને કહ્યું કે, સિયોલ ભારતની ચિંતાઓથી વાકેફ છે અને આ કારણે જ અમે અમારી કંપનીઓને પીઓકેમાં ઈન્વેસ્ટમેન્ટ ન કરવાના સૂચનો આપ્યા છે. હવે ચીન જ એક એવો દેશ છે જે પીઓકેમાં ઈન્વેસ્ટ કરી રહ્યું છે. કેમ કે, આ વિસ્તારમાં વન બેલ્ટ વન રોડનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સીઈપીસી પ્રોજેક્ટ દ્વારા ચીન મધ્ય એશિયા સાથે જોડાવા માગે છે. પરંતુ ભારત સતત આ પ્રયાસનો વિરુદ્ધ કરી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, દક્ષિમ કોરિયાએ ભારતની સાથે પોતાના કૂટનીતિક સંબંધો સુધારવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આ જ કારણ છે કે, દક્ષિણ કોરિયા એવુ કોઈ જ પગલુ લેવા નથી માંગતુ જેનાથી બંને દેશો વચ્ચે કોઈ પ્રકારનો તણાવ પેદા થાય. સાઉથ કોરિયાએ ભારતને દુનિયાનો પાંચમો વેપાર માટે સૌથી વિશ્વસનીય દેશ ગણાવ્યો છે.ચો હ્યુને જણાવ્યું કે ,અત્યાર સુધી દક્ષિણ કોરિયા માટે રશિયા, ચીન, અમેરિકા અને જાપાન એવા દેશો હતો, જે કૂટનીતિક હેતુથી મહત્ત્તવનું માનવામાં આવે છે. પરંતુ હવે તેમાં ભારત પણ સામેલ થઈ ગયુ છે. પીએમ મોદીએ વર્ષ ૨૦૧૫ની દક્ષિણ કોરિયાની મુલાકાત બાદ બંને દેશોની વચ્ચે વિશેષ રણનીતિક સંબંધ બનાવ્યો હતો. બંને દેશો વચ્ચે રણનીતિ માટે અનેક ક્ષેત્રોમાં સારા સંબંધો વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.પાકિસ્તાન તરફથી નોર્થ કોરિયાને આપવામાં આવી રહેલી મદદથી દક્ષિણ કોરિયા નારાજ છે. પાકિસ્તાને નોર્થ કોરિયાને પરમાણુ હથિયાર વિકસાવવા મદદ કરવાનુ કહ્યુ છે. બીજી તરફ અમેરિકા, જાપાન પણ નોર્થ કોરિયાના આ પ્રયાસનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.

Related posts

વિમાની યાત્રીઓની સંખ્યા ઓક્ટોબરમાં ૧.૦૪ કરોડ

aapnugujarat

આઈટી હાર્ડવેર સેક્ટર માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી

aapnugujarat

FPI દ્વારા માર્ચમાં ૩૮,૨૧૧ કરોડ ઠલવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1