Aapnu Gujarat
ગુજરાત

હાર્દિક પટેલ પોતાના જ દાવમાં ફસાઇ ગયો : રિપોર્ટ

પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલ હવે પોતાના દાવમાં જડ ફસાઇ ગયો હોવાના હેવાલ મળી રહ્યા છે. કેટલાક કારણોસર કોંગ્રેસ પાર્ટી પણ હાર્દિક પટેલને વધારે મહત્વ આપી રહી નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણી પર નજર રાખનાર નિષ્ણાંતો માને છે કે હાર્દિક પટેલને માત્ર ચાર સીટની ઓફર કરનાર કોંગ્રેસ પાર્ટીના તેવરથી સ્પષ્ટ છે કે તે હાર્દિકને વધારે મહત્વ આપવા માટે તૈયાર નથી. શાસક પાર્ટી ભાજપની સામે જંગ છેડનાર હાર્દિક પટેલ ગુજરાતમાં શાસન વિરોધી પરિબળોનો લાભ લેવા માટેના પ્રયાસમાં દેખાઇ રહ્યો હતો. પરંતુ કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે તે ભાજપનો એટલો જોરદાર વિરોધ કરી ચુક્યો છે કે તે તેની સાથે હવે હાથ મિલાવી શકે તેમ નથી. બીજી બાજુ એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની બાબત પણ યોગ્ય દેખાતી નથી. આ જ કારણસર હાર્દિક પટેલની પાસે કોંગ્રેસની સાથે રહેવા સિવાય અન્ય કોઇ વિકલ્પ દેખાઇ રહ્યા નથી. એમ પણ કહી શકાય છે કે સીટોના મામલે વાતચીત કરવાની બાબતને પણ કોંગ્રેસ પાર્ટી સમજી ચુકી છે. સેક્સ સીડીના કારણે પણ તેની લોકપ્રિયતા ઘટી છે. આ તમામ કારણોસર હાર્દિક પટેલથી કોંગ્રેસ પાર્ટી હવે વધારે પરેશાન નથી. સાથે સાથે તેને વધુ મહત્વ આપવા માટે પણ તૈયાર નથી. કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ પાસના કાર્યકરો ભારે નારાજ દેખાઇ રહ્યા છે.
રવિવારે સાંજે કોંગ્રેસ અને હાર્દિક પટેલ વચ્ચે સહમતી થઇ હોવાના હેવાલ હતા. જો કે મોડી રાત્રે યાદી જાહેર કરવામાં આવ્યા બાદ સમજુતી પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. કોંગ્રેસની યાદીથી નારાજ પાસના સહ સંયોજક દિનેશ પટેલે કહ્યુ છે કે ભરતસિંહને જરૂર હશે તો ફોન કરશે.ભરત સિંહ જવાબજદારીથી દુર ભાગી રહ્યા છે. કોંગ્રેસની સાથે સંબંધ અંગે ફરી વિચારણા કરાશે કે કેમ તે અંગે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ સાથે સંબંધ પર ફેરવિચારણા કરવામાં આવશે.

Related posts

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં ૧૦ વર્ષ સુધીની કેદની જોગવાઇ

aapnugujarat

राज्य के कई जिलो में एटीएम बंद के बोर्ड लगे

aapnugujarat

અમદાવાદમાં ફલાય ઓવર બ્રિજ નિર્માણના કામો ધીમા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1