Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતને મહાસભામાં સ્પષ્ટ બહુમત મળતા સુરક્ષા પરિષદમાં દલવીર ભંડારીનું પરિણામ રોકાયું

આંતરરાષ્ટ્રીય અદાલતમાં જજ તરીકે બીજો કાર્યકાળ સમય મેળવવા જઇ રહેલા ભારતીય જજ દલવીર ભંડારીનું ચૂંટણી પરિણામ બ્રિટનના પેટમાં ભારતનું આધિપત્ય વધી જશે તે બાબત ધ્યાને આવતા અટકાવી દેવામાં આવ્યું છે. એક સીટ ઉપર યોજાયેલી ચૂંટણીમાં ભાજરના દલવીર ભંડારી અને બ્રિટનના ક્રિસ્ટોફર ગ્રીનવુડ વચ્ચે આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે કોઇપણ જાતના નિર્ણય વગર મોકૂફ રાખવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બહુમત ભારતીય જજની સાથે છે પરંતુ બ્રિટન સુરક્ષા પરિષદમાં હોવાના કારણે પી-૫ સમૂહના રસ્તામાં અંતરાયો ઉભા કરી રહ્યું છે. આ અંતરાયથી બે બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે, ભારત જેવા દેશો માટે એક ઘણો મોટો સમુદાય એક થયો છે. જેને રોકી શકાય એમ નથી. બીજી તરફ આ પરિવર્તનને સ્વીકારવા મહત્વપૂર્ણ સંગઠન તૈયાર નથી. સંયુક્ત રાષ્ટ્રના ૭૦ વર્ષના ઇતિહાસમાં એલિટ-૫ ગ્રુપમાં કોઇપણ સભ્ય આંતરરાષ્ટ્રીય અદાલતમાં ગેરજાર રહ્યો નથી. હવે અંતિમ બે ઉમેદવારો માટે અંતિમ મુકાબલો રહી ગયો છે. જેના મતદાનમાં ભંડારીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૧૨૧ મત મળ્યા. આ અગાઉના મતદાનમાં ૧૧૬ મત મળ્યા હતા. ભારતની બહુપક્ષીય કુટનીતિનો આ ભાગ છે. ગ્રીનવુડને ગત વખતે ૭૬ મત મળ્યા હતા જે ઘટીને ૬૮ થઇ ગયા. મહાસભામાં પૂર્ણ બહુમત માટે ૯૭ મત મળવા જરૂરી છે. આ આખોય મામલો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અટકી ગયો છે. ભારતીય ઉમેદવારને છ મત મળ્યા છે જ્યારે યુકેના ઉમેદવારને નવ મત મળ્યા છે. સાજા પરિણામથી એ સાફ બન્યું છે કે, ભારતે યુનોમાં પોતાનું સમર્થન ગુમાવ્યું નથ અને પી-૫ પોતાનામાંથી એક ઉમેદવારને છોડવા નથી ઇચ્છતા. આ સ્થિતિમાં ભંડારીના પક્ષમાં એક અથવા બે મત મળી શકે તેમ છે પરંતુ પી-૫ દેશોના સમૂહ પોતાની પોઝિસનમાં બદલાવ ઇચ્છતા નથી જેને લઇ આ પરિણામ અટકાવાયું છે.

Related posts

Google to pay $150-200 million to settle allegations that YouTube violated children’s privacy law

aapnugujarat

Prez Trump nominates Mark Esper as US Secretary of Defense : White House

aapnugujarat

હાફિઝ સઈદના રાજકારણમાં આવવાને લઈને અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1