Aapnu Gujarat
મનોરંજન

ખુબસુરત ડાયના પેન્ટી હવે જહોન અબ્રાહમ સાથે હશે

ખુબસુરત ડાયના પેન્ટી હાલમાં બે મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. જે પૈકી એક અભિષેક શર્મા દ્વારા નિર્દેશિત પરમાણુ ફિલ્મ છે. જેમાં તે જહોન અબ્રાહમની સાથે નજરે પડનાર છે. વર્ષ ૧૯૯૮માં ભારત દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત આ ફિલ્મ છે. ઝી સ્ટુડિયો દ્વારા આ ફિલ્મ નિર્મિત છે. હાલના કાર્યક્રમ મુજબ આ ફિલ્મને ૨૩મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે રજૂ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલા આઠ ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના હતી. જો કે હવે ફિલ્મની રજૂઆતની તારીખ બદલી દેવામાં આવી છે. સંજય લીલાની ફિલ્મ સાથે આને રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. ડાયના પેન્ટી પાસે અન્ય ફિલ્મ હેપ્પી ભાગ જાયેગીની સિક્વલ પણ છે. જેમાં સોનાક્ષી પણતેની સાથે કામ કરનાર છે.
હેપ્પી ભાગ જાયેગી ફિલ્મમાં તેની ભૂમિકા શાનદાર રહ્યા બાદ હવે સિક્વલ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ડાયના અન્ય કેટલાક કામ હાથમાં ધરાવે છે. તે ફેશન સાથે સતત જોડાયેલી રહી છે. તે નોકિયા, માઇક્રોમેક્સ મોબાઇલ સહિતની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રહી છે. ડાયના છેલ્લે લખનૌ સેન્ટ્રલમાં નજરે પડી હતી જેમાં ફરહાન અખ્તરની ભૂમિકા હતી. મોડલિંગમાં નોંધપાત્ર સફળતા મેળવી લીધા બાદ તે વર્ષ ૨૦૧૨માં બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે સેફઅલી ખાન અને દિપિકાની પણ ભૂમિકા હતી. આ ફિલ્મ કોકટેલ હતી. તે નિર્દેશક તરીકે પણ કામ કરવાની યોજના ધરાવે છે કે કેમ તે અંગે પુછવામાં આવતા ડાયનાએ કહ્યુ હતુ કે તે હાલમાં આવી કોઇ યોજના ધરાવતી નથી. નિર્દેશન અંગે તો તે ક્યારેય વિચારતી પણ નથી હાલમાં તો તે માત્ર એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી રહી છે.

Related posts

કાશ્મીરી પંડિતો માટે મોદી સરકારે કંઈ જ કર્યુ નથી : અનુપમ ખેર

aapnugujarat

મલાઈકા માત્ર સોન્ગ અને કેમિયો સુધી મર્યાદિત હશે

aapnugujarat

मॉर्गन के कहने पर सुपर ओवर खेली : स्टोक्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1