Aapnu Gujarat
મનોરંજન

દીપિકા દરેક વખતની જેમ ફરી ચોંકાવી ચુકી : માધુરી

બોલિવુડની વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી માધુરી દીક્ષિતે દીપિકા પાદુકોણની ભારે પ્રશંસા કરી છે. તેનુ કહેવુ છે કે કે દિપિકાએ ફરી એકવાર તમામને ચોંકાવી દીધી છે. સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતિ ફિલ્મના ગીતના કારણે દીપિકા ભારે લોકપ્રિય થઇ રહી છે. પદ્માવતિને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા છે. તેના ટ્રેલરને લોંચ કરવામાં આવ્યા બાદ ગીત ઘુમરને સારી પ્રતિક્રિયા મળી રહી છે. યુ ટ્યુબ પર આ ગીતને ૨૦ મિલિયનથી વધારે અથવા તો બે કરોડ લોકો નિહાળી ચુક્યા છે. સંજય લીલાની ફિલ્મને લઇને દેશભરમાં ભારે ઉત્સુકતા દેખાઇ રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, શાહિદ કપુર અને દીપિકા મુખ્ય રોલમાં નજરે પડી છે. વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી માધુરી દિક્ષિત ભારે પ્રભાવિત થઇ છે. તેનુ કહેવુ છે કે સંજય લીલા ભવ્ય ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ તમામ લોકોને ગર્વ અપાવશે. ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. રજઆતને લઇને પ્રાથમિક કામો ચાલી રહ્યા છે. ફિલ્મના પ્રમોશનમાં દીપિકા, રણવીર અને શાહિદ ત્રણેય તૈયાર દેખાઇ રહ્યા છે.
દીપિકા અને શાહિદની જોડી પ્રથમ વખત એક સાથે કામ કરી રહ્યા છે. જ્યારે રણવીર અને દીપિકાની જોડી અનેક વખત એક સાથે કામ કરી ચુકી છે. તેમની જોડીને તમામ લોકોએ પસંદ પણ પડી છે. છેલ્લે બાજીરાવ મસ્તાનીમાં આ જોડી જામી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ હતી. મસ્તાની તરીકેના રોલમાં દીપિકા નજરે પડી હતી. બાજીરાવના રોલમાં રણવીર સિંહ દેખાયો હતો.

Related posts

ન્યુડ સીન ખચકાટ થાય છે : સ્કારલેટ

aapnugujarat

अंकिता ने रिया के दावों को किया खारिज, कहा सुशांत कभी डिप्रेशन में नहीं थे

editor

रणवीर ‘पानीपत’ का ट्रेलर देख खुश हुए : अर्जुन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1