Aapnu Gujarat
રમતગમત

કુલદીપનો સામનો કરતા ઓસી. બેટસમેનનું દિમાગ ભટકી ગયુ!

ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન ડે સિરીઝમાં શાનદાર બોલિંગ કર્યા બાદ તેની બોલિંગે પ્રતિસ્પર્ધી બેટસમેનોને પણ વિચારમાં મૂકી દીધા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટસમેન એરોન ફિન્ચે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું છે કે, કુલદીપ યાદવનો સામનો કરતા સમયે તેનું દિમાગ થોડુ ભટકી ગયું હતું. એટલા માટે તે આઉટ થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલી પ્રથમ ટ્‌વેન્ટી-૨૦ મેચમાં ફિન્ચ ૪૨ રન બનાવી કુલદીપ યાદવની બોલિંગમાં ક્લિન બોલ્ડ થયો હતો.
ફિન્ચે કહ્યું કે, મને લાગ્યું કે, અહીંયા સ્વિપ કરવું એક સુરક્ષિત વિકલ્પ છે. આનાથી હું સ્ટ્રાઇક હટાવી શકતો હતો અને ખાલી જગ્યામાં રમી બોલને સીમા રેખાની પાર મોકલી શકતો હતો. જે બોલ પર હું આઉટ થયો તેમાં મારું દિમાગ થોડુ ભટકી ગયું હતું. એ બોલ પર પહેલા હું સ્વીપ કરવા માંગતો હતો પરંતુ, પછી બોલને લેગમાં ચિપ કરવાના પ્રયાસમાં હું આઉટ થયો હતો. રમતમાં આવું થાય છે. ખાસ કરીને ટ્‌વેન્ટી-૨૦માં..
ફિન્ચે કહ્યું કે, જે બોલ પર હું આઉટ થયો તેના પર ચિપ કરવાની જગ્યાએ સ્વીપ કરવું સુરક્ષિત વિકલ્પ હોય છે. આ વિકેટ પર ઉછાળની જાણ લગાવવી મુશ્કેલ હતી. કંઇક વધારે જ મુશ્કેલ.
વધુમાં તેણે કહ્યું કે, ટીમના સ્થાયી કપ્તાન સ્ટિવ સ્મિથના ખભામાં ઇજાના કારણે તે સિરીઝની બહાર થતાં તેની મેચમાં ખોટ સાલી હતી. આ ખરેખર નિરાશાજનક છે કે, આવી સિરીઝમાં તે રમી શક્યો નથી. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટસમેનોમાંથી એક છે. શાનદાર કપ્તાન છે. જો તે ટીમમાં હોત તો સારું હોત.

Related posts

महिला टी-20 : भारत ने द. अफ्रीका को 51 रनों से हराया

aapnugujarat

સિડની ટેસ્ટ : માર્શ બંધુની સદી, ઇંગ્લેન્ડ ઉપર સંકટ

aapnugujarat

भारतीय टीम को धोनी के बिना खेलने की आदत डालनी होगी : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1