Aapnu Gujarat
મનોરંજન

ગોલમાલ અગેઇન ફિલ્મ ૨૦ ઓક્ટોબરના દિવસે રજૂ થશે

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપડા રોહિત શેટ્ટીની ફિલ્મ મળી જતા ભારે ખુશ દેખાઇ રહી છે. તે હાલમાં રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇન ફિલ્મમાં કામ કરી રહી છે.આ ફિલ્મ ૨૦મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે છે. વિતેલા વર્ષોમાં આ શ્રેણીની બે ફિલ્મ બની ચુકી છે. જેથી સુપરહિટ સાબિત થઇ છે. પરિણિતી ચોપડાએ માહિતી આપતા કહ્યુ છે તે તે રોહિત શેટ્ટીની ફિલ્મ મળતા ગર્વ અનુભવ કરી રહી છે. પરિણિતીએ એમ પણ કહ્યુ છે કે રોહિતની સમગ્ર ગોલમાલ ટીમ જોરદાર રહી છે. આ ટીમના તમામ કલાકારો આકર્ષક અને શક્તિશાળી રહ્યા છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ મોટી ફિલ્મ છે. તેમાં કામ કરીને તે આશાવાદી છે. વિતેલા વર્ષોમાં ગોલમાલ શ્રેણીની બે ફિલ્મોમાં કરીના કપુર ભૂમિકા અદા કરી ચુકી છે. જ્યારે હવે તે કામ કરવા જઇ રહી છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ વર્ગના લોકોને પસંદ પડશે. પરિણિતીની કેરિયર આ ફિલ્મની સાથે તેજીમાં આવી શકે છે. હાલમાં પરિણિતી ચોપડા પાસે કેટલીક ફિલ્મો છે. જેમાં સુશાંત રાજપુત અને ઇરફાન ખાનની સાથે તકદુમ નો સમાવેશ થાય છે. રોહિત શેટ્ટીની છેલ્લે દિલવાલે રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મમાં તમામ ટોપ કલાકારો હતા. જેમાં શાહરૂખખાન, કાજોલ, વરૂણ ધવન અને કૃતિનો સમાવેશ થાય છે. પરિણિતી ચોપડા બોલિવુડમાં તેની કઝિન પ્રિયંકા ચોપડાની જેમ મોટી સફળતા મેળવી શકી નથી પરિણિતી પ્રથમ વખત એક્શન સ્ટાર અજય દેવગનની સાથે કામ કરી રહી છે. સ્ટાર પરિણિત ચોપડાની છેલ્લે મેરી પ્યારી બિન્દુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.

Related posts

बार-बार निभा सकता हूं पुलिस का किरदार : अनिल

aapnugujarat

सेक्सिस्ट फिल्म नहीं है ‘पति-पत्नी और वो’ : भूमि

aapnugujarat

લવ રંજનની ફિલ્મ મુદ્દે રણબીર કપૂરે વિચારવાનું શરુ કર્યું..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1