Aapnu Gujarat
બિઝનેસ

માત્ર રૂપિયા પાંચમાં ફોરજી ડેટાની એરટેલે ઓફર કરી

મોબાઇલ ડેટાવોરને લઇને ચાલી રહેલી સ્પર્ધા આગામી દિવસોમાં વધુ તીવ્ર બની શકે છે. એરટેલે પણ હવે નવી ડેટા અને વોઇસ કોલ પ્લાનની સિરિઝ રજૂ કરી દીધી છે. રૂપિયા પાંચથી શરૂ થઇ શકે તે રીતે તેના પ્રિપેઇડ કસ્ટમરો માટે પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. એરટેલે માત્ર રૂપિયા પાંચમાં ફોર જીબી ડેટાની ઓફર કરી છે. જો કે, આ ઓફરમાં ચોક્કસ શરતો રહેશે જેથી આગળ વધતા પહેલા સાવધાનીપૂર્વક શરતો તરફ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. એરટેલની રૂપિયા પાંચ પ્લાનની ઓફર ગ્રાહકોને ચાર જીબી, થ્રીજી ફોરજી ડેટા માટેની છે પરંતુ કસ્ટમરોને આ બાબત ધ્યાનમાં રાખવી પડશે કે આ ઓફર માત્ર સાત દિવસ સુધી વેલિડ છે. આ ઉપરાંત ઓફર વન ટાઈમ રિચાર્જ માટે અને ફોરજી સિમ અપગ્રેડેશન બાદ લાગૂ છે જેથી રૂપિયા પાંચના પ્લાન સાથે જો તમે રિચાર્જ કરાવશો તો તમને સાત દિવસની અંદર સમગ્ર ચારજીબી ડેટાનો ઉપયોગ કરી લેવો પડશે. ફાળવવામાં આવેલા દિવસોની પૂર્ણાહૂતિ બાદ ગ્રાહકને તેને આગળ ચાલુ રાખવાની અથવા તો ડેટાનો ઉપયોગ કરવાની તક મળશે નહીં. એરટેલ દ્વારા રૂપિયા આઠ, ૧૫, રૂપિયા ૪૦, રૂપિયા ૩૪૯ અને ૩૯૯ના પ્લાનની જાહેરાત કરી દીધી છે પરંતુ જુદા જુદા સર્કલોમાં જુદા જુદા રિચાર્જ વિકલ્પો માટે ઓફર જુદી જુદી છે. નંબર ટુ નંબર માટે પણ કેટલાક ફેરફારની સ્થિતિ છે. અત્રે નોંધનીય છે કે, મોબાઇલ ડેટા વોર આગામી દિવસોમાં વધુ તીવ્ર બની શકે છે. ગઇકાલે ટેલિકોમ મહાકાય કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે હવે ૧૪૩ રૂપિયાના માસિક રેટમાં અનલિમિટેડ કોલિંગની સાથે વન જીબી ડેઇલી ડેટાની ઓફર કરી છે. જીયો ઇફેક્ટ સીધીરીતે જોવા મળી રહી છે. આના ભાગરુપે બીએસએનએલ દ્વારા આકર્ષક ઓફર કરવામાં આવી રહી છે.

Related posts

વર્ષ ૨૦૧૮માં રોજગારીની વર્ષા થશે

aapnugujarat

તેલ આયાત બિલમાં ૪૨ ટકા સુધીનો નોંધાયેલો વધારો

aapnugujarat

RBI બોર્ડની આજે મહત્વની બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1