Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુજરાતમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવા માટે ભાજપ સજ્જ

ભાજપ પ્રમુખ અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનુ રણશિંગુ ફુકવા માટેની તૈયારી કરી ચુક્યા છે. રવિવારના દિવસે અમદાવાદમાં અમિત શાહ ખાસ કાર્યક્રમ યોજનાર છે. દેશમાં હજુ સુધીના સૌથી મોટા ટાઉનહોલ કાર્યક્રમને શાહ સંબોધન કરનાર છે. કાર્યક્રમની થીમ તૈયાર કરી લેવામાં આવી છે. થીમ અડિખમ ગુજરાત રહેશે. જે દરમિયાન શાહ રાજ્યમાંથી રહેલા મોટી સંખ્યામાં યુવાનો સાથે વાતચીત કરશે. તેમના પ્રશ્નોના જવાબો પણ આપશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે વધારે સમય નથી ત્યારે અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતા ડઝનથી વધારે રેલી અને રોડ શો યોજનાર છે. ગુજરાતમાં પોતાની સ્થિતીને વધારે મજબુત કરવાની તૈયારી કરી લીધી છે. મોદી અને જાપાની વડાપ્રધાન શિન્ઝો અહે સપ્ટેમ્બરના મધ્યમાં ત્રણ દિવસ ગુજરાતની યાત્રાએ રહેશે. બન્ને નેતાઓ આ યાત્રા દરમિયાન અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ ટ્રેન માટે કાર્યકમ કરશે. અમદાવાદ-મુંબઉ હાઇ સ્પીડ પ્રોજેક્ટ માટે ભૂમિ પુજન પણ કરવામાં આવનાર છે. ૧૩મી સપ્ટેમ્બરથી આ યાત્રા શરૂ થનાર છે. ભાજપ દ્વારા કાર્યક્રમ પહેલા મોટા પાયે પબ્લિસિટી ઝુંબેશ પણ હાથ ધરી છે. જેના ભાગરૂપે ભાજપના શાસન હેઠળ ગુજરાતના વિકાસને રજૂ કરનાર આઠ મિનિટની વિડિયોનો સમાવેશ થાય છે. પટેલ સમુદાયના હાર્દિક પટેલ દ્વારા છેડવામાં આવેલા ક્વોટા આંદોલનને ભાજપ માટે સૌથી મોટા રાજકીય પડકાર તરીકે ગણવામાં આવે છે. છેલ્લા બે દશકમાં સૌથી મોટા પડકાર તરીકે ક્વોટા આંદોલન મામલો રહ્યો છે. છેલ્લા બે દશકથી ભાજપ સત્તામાં છે. ગુજરાતમાં ભાજપમાં સામાજિક ગઠબંધનના કોર તરીકે આ સમુદાયને ગણવામાં આવે છે. પટેલ સમુદાય મોટાભાગે ભાજપ સાથે છે પરંતુ આંદોલનના કારણે પાટીદાર સમુદાયના મોટી સંખ્યામાં યુવાનો આ આંદોલનમાં જોડાયા હતા ત્યારબાદથી પાર્ટીએ રાજ્યમાં યુવા મતદારોના મોટા વર્ગ સુધી પહોંચવાના તમામ પ્રયાસો કર્યા છે. શાહના ટાઉન હોલ કાર્યક્રમને આના ભાગરુપે જ ગણવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૨૨૦૦૦ લોકો પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. આ આંકડો રવિવાર સુધી એક સ્લાખ સુધી પહોંચી જાય તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત પાર્ટીઓ ૮૦ નર્મદા રથ કાઢવા માટેની તૈયારી કરી લીધી છે. નર્મદા બંધમાં પાણીની સપાટી આગામી સપ્તાહમાં તેની મહત્તમ ઉંચાઇ સુધી પહોંચી શકે છે. આ રથ રાજ્યભરમાં ફરનાર છે. રથને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉત્સુક છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તે પહેલા અન્ય શ્રેણીબદ્ધ કાર્યક્રમો આગામી સપ્તાહમાં યોજવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ આચારસંહિતા તરત અમલી બનશે. આવી સ્થિતિમાં કોઇ સત્તાવાર નિર્ણયો લઇ શકાશે નહીં. નાણા મંત્રી અરુણ જેટલી પણ આગામી સપ્તાહમાં અમદાવાદ પહોંચનાર છે. તેઓ ભાજપના પ્રવક્તા અને સોશિયલ મિડિયા ટીમ માટે વર્કશોપનું આયોજન કરનાર છે.

Related posts

कश्मीर में शांति भंग करने की कोशिश में लगे पत्थरबाज

aapnugujarat

પુલવામામાં આતંકી હુમલો : ૪૦ જવાનો શહીદ

aapnugujarat

નેવીએ સ્કોર્પીન ક્લાસની ચોથી સબમરીન વેલા લોન્ચ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1