Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટેરર ફંડિંગ કેસમાં જહુર અહેમદ વટાલી પાસેથી માહિતીનો ખજાનો મળ્યો

ખીણમાં ટેરર ફંડિગના મામલે ગુરૂવારના દિવસે ધરપકડ કરવામાં આવેલા શ્રીનગરના કારોબારી અને કટ્ટરપંથી હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીાના નજીકના જહુર અહેમદ વટાલીની પાસેથી સુરક્ષા દળોને ચોંકાવનારી માહિતીનો ખજાનો હાથ લાગ્યો છે. વટાલી પર આરોપ છે કે આ શખ્સે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ, અલગતાવાદીઓ અને પથ્થરબાજોને નાણાં આપ્યા હતા. વટાલી પર શક છે કે આ વ્યક્તિએ કાશ્મીર ખીણ ઉપરાંત સરહદ પારથી ગુપ્તચર એજન્સીના અધિકારીઓ અને કેટલાક રાજકીય નેતાઓની સાથે સંબંધ સ્થાપિત કરી લીધા હતા. વટાલી પર આરોપ છે કે આ વ્યક્તિએ કેટલાક બિઝનેસમેનનો ઉપયોગ પાકિસ્તાનમાંથી ફંડ એકત્રિત કરવા માટે ફ્રન્ટ તરીકે કર્યો હતો. યુરોપથી લઇને યુએઇ સુધી તેમના સંબંધ છે. હાલમાં એનઆઇએ દ્વારા કટ્ટરપંથી લીડરો પર સકંજો મજબુત કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આંતરવિગ્રહને ફેલાવવા અને ટેરર ફંડિગના મામલે કટ્ટરપંથી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની ભૂમિકા પર હવે તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ ખાસ ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. ગિલાની ઉપર સકંજો મજબૂત કરવામાં આવ્યા બાદ તેની સામે પુછપરછ માટે ટૂંક સમયમાં જ સમન્સ જારી કરવામાં આવી શકે છે. બેંક એકાઉન્ટ જપ્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી શકે છે. આના ભાગરૂપ ગિલાનીના પુત્ર નઇમ અને નસીમની તપાસ સંસ્થા દ્વારા આકરી પુછપરછ કરવામાં આવી ચુકી છે. ટોપના અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ગયા સપ્તાહમાં તેમની પુછપરછ દરમિયાન બન્ને ભાઇને મોટા ભાગે પથ્થરબાજો અને ત્રાસવાદીઓને નાણાં ચુકવવામાં પિતાની ભૂમિકા, લશ્કરે તોયબા અને હિજબુલ જેવા ત્રાસવાદી સંગઠનો તરફથી તેમને મળેલા પૈસાના મામલે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ટેરર ફંડિંગના મામલે તપાસ ચલાવી રહેલી તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા હાલમાં જમ્મુ કાશ્મીરમાં જુદી જુદી ૧૨ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. એક સાથે ૧૨ સ્થળો પર દરોડાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. શ્રીનગર, હંદવાડા અને બારામુલામાં ૧૨ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. બારામુલ્લા જિલ્લાના કુન્જર વિસ્તારમાં અલગતાવાદી સંગઠન હુરિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા જુહુર વતાલીના સંબંધીઓના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન દસ્તાવેજોમાં ઉંડી તપાસ કરવામાં આવી હતી. વટાલી પાસેથી હજુ કેટલીક નક્કર માહિતી મળી શકે છે. પાચ ડાયરીમાંથી પણ કેટલીક નક્કર માહિતી મળી ચુકી છે. વટાલીના કેશિયર પાસેથી બુધવારના દિવસે તમામ ડાયરી મળી આવી હતી.તપાસ સંસ્થા આગામી દિવસોમાં ગિલાની પર સકંજો મજબુત કરવા માટે તૈયારી કરી ચુકી છે. તેમની સામે પણ સમન્સ જારી કરવામાં આવે તેવી શક્યતા છે. અલગતાવાદી કેટલાક નેતાઓની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી ચુકી છે.

Related posts

BSP Ex-MLA Ghura Ram Joins SP

aapnugujarat

સાહસ-સંકલ્પ છે તો સિન્ડીકેટ તૂટી શકે : મોદી

aapnugujarat

યુપી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણમાં કાતિલ ઠંડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1