Aapnu Gujarat
મનોરંજન

સોનાક્ષી તેમજ લુલિયા હાલ એકસાથે નજરે પડી રહી છે

સોનાક્ષી સિંહા અને લુલિયા વેન્ટુર હાલમાં મોટા ભાગે સાથે નજરે પડી રહી છે. સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ રજૂ કરવામાં આવ્યા બાદ બન્ને સાથે દેખાઇ રહી છે. અનેક વખત સાથે સમય પણ ગાળી ચુકી છે. બન્ને અનેક પાર્ટીમા સાથે નજરે પડી ચુકી છે. ૩૬ વર્ષીય રોમાનિયન અભિનેત્રી અને મોડલ હાલમાં સલામાન ખાનના પ્રેમમાં હોવાની માહિતી વારંવાર સપાટી પર આવતી રહે છે. સોનાક્ષી સિંહા સાથે પણ સલમાન ખાનની મિત્રતા જાણીતી રહી છે. સોનાક્ષી સિંહાએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત સલામાન ખાનની સાથે દબંગ મારફતે કરી હતી. દબંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ તેનો બીજો ભાગ પણ બન્યો હતો. આ ફિલ્મ પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. અકીરા ફિલ્મમાં સોનાક્ષી પણ અવાજ આપી ચુકી છે. જુલાઇ મહિનામાં જ્યારે સુશીલ કુમાર શિન્દેના આવાસ પર પાર્ટીની આયોજન કરવામાં આવ્યુ હતુ અને સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યુ ત્યારે લુલિયા અને સોનાક્ષી બન્ને સલામાન સાથે પહોંચી હતી. સલમાન બન્નેની સાથે દેખાયો હતો. ગયા સપ્તાહમાં અરબાજના ૫૦માં જન્મદિવસે પણ બન્ને એક સાથે નજરે પડી હતી. લુલિયા હાલના દિવસોમાં સોનાક્ષીની ભારે પ્રશંસા કરી રહી છે. લુલિયા અને સોનાક્ષી સિંહા પાર્ટીમાં સલામાનની બહેન અલવીરા અને અતુલ અગ્નિહોત્રીની સાથે વાતચીત કરતી નજરે પડી હતી. બન્નેએ સાથે ફોટા પણ પડાવ્યા હતા. સોનાક્ષી બોલિવુડમાં એક સફળ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. લુલિયા ગાયિકા તરીકે સક્રિય થવાના પ્રયાસ પણ કરી રહી છે. આમાં તેને સફળતા પણ મળી રહી છે.

Related posts

ટાઇગર હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર : રિપોર્ટ

aapnugujarat

દીપિકા પાદુકોણ આમિર ખાન સાથે મોગુલ ફિલ્મમાં ચમકશે

aapnugujarat

दुर्गावती में नजर आएंगी भूमि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1