Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેર અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટો ખરીદવા આધાર ફરજિયાત થશે

શેર અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટની ખરીદી કરવા માટે પણ ટુંક સમયમાં જ આધાર કાર્ડને ફરજિયાત કરવાના મુદ્દે વિચારણા ચાલી રહી છે. ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર અને સેબી દ્વારા આધાર કાર્ડને ફાયનાન્સિયલ માર્કેટ ટ્રાન્જેક્શન સાથે લિન્ક કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમનુ માનવુ છે કે આ પ્રયાસથી શેર બજાર મારફતે કાળા નાણાંને સફેદ કરવાના પ્રયાસોને રોકવામાં સફળતા મળી શકે છે. આ સમગ્ર મામલા પર નજર રાખી રહેલા સુત્રોએ કહ્યુ છે કે સરકારને આ વાતની ખબર પડી ગઇ છે કે પન ટેક્સ ચોરી રોકવા માટે પુરતા પ્રમાણમાં નથી. જેથી તે હવે આધાર પર દાવ લગાવે છે. હાલમાં બ્રોકરો અથવા મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને આધાર કાર્ડ બનાવવાની જરૂર હોતી નથી. સાથે સાથે રોકાણકારોની ઓળક પેન મારફતે થાય છે. સેબીના મોટા અધિકારીઓએ કેટલાક નિષ્ણાંતોને માહિતી આપી દીધી છે. તેમણે કહ્યુ હતુ કે ફાયનાન્સિયલ માર્કેટ ટ્રાન્જેક્શન માટે આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવી શકે છે. આ માહિતી એક મોટી કંપનીના જાણકાર લોકો દ્વારા આપવામાં આવી છે. આની જાહેરાત ક્યારે કરવામાં આવશે તેની માહિતી હજુ સુધી મળી શકી નથી. મોટા ભાગની સેવાના લાભ લેવા માટે આધારન ફરજિયાત કરવાની હિલચાલ ચાલે છે. જેના ભાગરૂપે હવે શેર અને મ્યુચ્યુઅલ ફંડ માટે પણ આધારને ફરજિયાત કરાશે. આ સમગ્ર મામલામાં આધાર પેન કાર્ડની જગ્યા લેશે કે કેેમ તે અંગે પણ હજુ સુધી માહિતી મળી શકી નથી. સરકાર પહેલા આધારને પેન, બેંક એકાઉન્ટ અને મોબાઇલ ફોન સાથે લિંક કરવાની વાત કરી ચુકી છે. બેંક અકાઉન્ટ ધરાવનાર લોકોને આ વર્ષે ૩૧મી ડિસેમ્બર સુધી આધાર અંગેની વિગત પોતાના બેંકમાં જમા કરાવવી પડશે. ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન માટે આધારનો ઉપયોગ નો યોર ક્લાઇન્ટ ચકાસણી કરવા માટે કરવામાં આવે છે. આધારથી ઓનલાઈન કેવાયસી કરનાર મૂડીરોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડની પાસે જઇને ફોર્મ જમા કરવાની જરૂર રહેશે નહીં. સાથે સાથે તેમને હસ્તાક્ષર મિલાવવાની પણ જરૂર રહેશે નહીં. કેટલાક બ્રોકરો પોતાની ઇન્ડસ્ટ્રી માટે આધાર કેવાયસીની સુવિધા માંગી રહ્યા છે. બ્રોકરોનું કહેવું છે કે, આધારને ફરજિયાત બનાવવાથી સ્ટોક માર્કેટ સાથે જોડાયેલી કેટલીક ગેરરીતિઓને દૂર કરવામાં મદદ મળશે. આઈઆઈએફએલ ગ્રુપના ચેરમેન નિર્મલ જૈનનું કહેવું છે કે, ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રાન્ઝિક્શનના આધારથી લિંક કરવાથી ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવામાં મદદ મળશે. માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, શેરબજાર મારફતે મની લોન્ડરિંગ રોકવા માટે પેનથી મદદ મળી નથી. બ્રોકરોનું કહેવું છે કે, મલ્ટીપલ પેન અને બનાવટી ડિમેટ એકાઉન્ટ મારફતે હજુ પણ કાળા નાણા શેરબજારમાં ઘુસાડી દેવામાં આવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સરકારને આધારને સિંગલ આઈડેન્ટીફિકેશન ડોક્યુમેન્ટ બનાવી દેવાની જરૂર છે. આ પગલાથી બ્રોકરેજ ઇન્ડસ્ટ્રી ઉપર વ્યાપક અસર થશે. એક બ્રોકરેજ કંપનીના સીઇઓએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, કેટલીક રિઝનલ કંપનીઓને આ બાબતની ચિંતા સતાવી રહી છે કે, આધારને ફરરજિયાત બનાવી દીધા બાદ કેટલાક જૂના ક્લાઇન્ટ તેમની સાથે રહેશે કે કેમ. આમા આઈપીઓ માર્કેટમાં ભાગીદારીમાં ઘટાડો થશે પરંતુ અસ્થાયી પરેશાની જોવા મળશે.

Related posts

मूडीज ने भारत की आर्थिक वृद्धि दर घटाई

aapnugujarat

मायावती के सरकारी बंगले के बाहर लगा विश्राम का बोर्ड

aapnugujarat

When BJP govt came to power in the centre, the work on fertiliser plants picked up speed : PM Modi in Talcher

aapnugujarat

Leave a Comment

UA-96247877-1