Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી સરકારે દેશભરમાં લાગું કર્યો CAA

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો દાવ ખેલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના અમલીકરણ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. અગાઉ એવી પણ ચર્ચા થઈ હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય CAAને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે તેમની રેલીઓમાં ઘણી વખત CAAના અમલીકરણની વાત કરી છે. નોટિફિકેશન જાહેર થયા બાદ 11 માર્ચ એટલે કે આજથી દેશભરમાં CAA કાયદો લાગુ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે દેશની સંસદ દ્વારા CAAને પસાર થયાને પાંચ વર્ષ થઈ ગયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2024 તરીકે ઓળખાતા આ નિયમો CAA-2019 હેઠળ પાત્ર વ્યક્તિઓને ભારતીય નાગરિકતાની અનુદાન માટે અરજી કરવા સક્ષમ બનાવશે. અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં સબમિટ કરવામાં આવશે જેના માટે વેબ પોર્ટલ આપવામાં આવ્યું છે.

CAA લાગું કરવાનો શું અર્થ થાય છે?
CAA લાગું થવાની સાથે મોદી સરકાર હવે ત્રણેય દેશોના અત્યાચાર ગુજારાયેલા નોન-મુસ્લિમ માઈગ્રન્ટ્સ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનું શરૂ કરશે. 2019 CAAએ 1955ના સિટિઝનશિપ એક્ટમાં સુધારો (એમેન્ડમેન્ટ) કર્યો હતો જે “ધાર્મિક અત્યાચાર અથવા અત્યાચારના ડર કારણે ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના પડોશી મુસ્લિમ બહુમતી દેશોમાંથી સ્થળાંતર કરી ગયેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધાર્મિક લઘુમતીઓને ભારતીય નાગરિકત્વની મંજૂરી આપે છે.”
જોકે, આ કાયદામાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે. CAA 2019 સુધારા હેઠળ 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં પ્રવેશેલા અને તેમના મૂળ દેશમાં “ધાર્મિક ઉત્પીડન અથવા ધાર્મિક અત્યાચારનો ડર” સહન કરનારા માઈગ્રન્ટ્સને નવા કાયદા દ્વારા નાગરિકતા માટે પાત્ર બનાવવામાં આવ્યા હતા. આ પ્રકારના સ્થળાંતર કરનારાઓને છ વર્ષમાં ફાસ્ટ ટ્રેક ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ સુધારાએ આ સ્થળાંતર કરનારાઓની નેચરલાઈઝેશન માટે રહેઠાણની જરૂરિયાતને અગિયાર વર્ષથી પાંચ વર્ષ સુધી હળવી કરી છે.

Related posts

સામાન્ય વર્ગમાં આરક્ષણ માટે આવકની સીમા અંતિમ નથી : થાવરચંદ ગેહલોત

aapnugujarat

जनादेश का खतरनाक दुरुपयोग कर रही बीजेपी : सोनिया गांधी

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં ૭૩થી વધારે સીટો જીતવા ભાજપ તૈયાર

aapnugujarat
UA-96247877-1