Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં નકલી આધારકાર્ડ બનાવવાનું નેટવર્ક ઝડપાયું

આધારકાર્ડ એ સરકાર માન્ય આઇડીમા સૌથી મહત્વનું ગણવામા આવે છે. ડોક્યુમેન્ટને લગતા કોઈ પણ કામો હોય તે આધારકાર્ડ વગર અધૂરા જ રહે છે. ત્યારે સુરતમાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાનું મસમોટું નેટવર્ક ઝડપાતા તંત્ર દોડતું થયું છે, સુરતના પુણામાં નકલી આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે. સુરત પોલીસ, ર્જીંય્, ન્ઝ્રમ્એ સહિયારું ઓપરેશન હાથ ધરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
સુરત શહેર પોલીસ, એસઓજી, એલસીબીને નકલી આધારકાર્ડના નેટવર્ક મામલે બાતમી મળી હતી.. જેને લઈને પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન એ.કે. મોબાઈલ નામની દુકાનમાંથી બોગસ આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ, પાનકાર્ડ સહિતના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવતા હોવાનું ઉઘાડું પડ્યું હતું. જેની તપાસમાં આરોપીઓ કૉમ્પ્યુટરમાં ફોટોશોપ સોફ્ટવેર મારફતે ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવતા હતા.
સમગ્ર કૌભાંડને લઈને પોલીસના પણ પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આથી પોલીસે ઊંડી તપાસ હાથ ધરીને ૮૫ જેટલા ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. આ તમામ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં એક બાંગ્લાદેશી શખ્સ સહિત ૫ આરોપી ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતા હતા. જેને ઝડપી લીધા છે.
તો ગાંધીનગર ઇર્‌ંમાં બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ સામે આવ્યું છે .જેમાં ગાંધીનગર આરટીઓના બે એજન્ટ દ્વારા કાશ્મીરી યુવકો સાથે મળીને ગાંધીનગરમાં આવેલા વિવિધ કેન્ટોન્મેન્ટના એડ્રેસ પર બોગસ ડોક્યુમેન્ટના આધારે છેલ્લાં ત્રણ વર્ષમાં એક હજારથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાંચની ટીમે સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના બે એજન્ટની ધરપક કરી હતી. ક્રાઇમ બ્રાંચે બંન્ને એજન્ટો પાસેથી ૨૮૮થી વધુ લાયસન્સ રિકવર કર્યા હતા, જ્યારે ઓટોમેટિક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ અલગ અલગ વસ્તુઓ પણ મળી આવી હતી.

Related posts

કોંગ્રેસ ચૂંટણી પંચ ઉપર હારનું ઠીકરુ ફોડવા માંગે છે : ભાજપ

aapnugujarat

ગરમીથી ત્રાસી લોકો હિલ સ્ટેશન તરફ વળ્યા

aapnugujarat

ગુજરાતને વધુ સમય આપવા રાહુલ ગાંધી ફેબ્રુઆરીમાં અહી આવી શકે : અમિત ચાવડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1