Aapnu Gujarat
ગુજરાત

લીંબડી અમદાવાદ હાઇવે પર બાઇક સ્લીપ થઈ જતાં યુવાનનું મોત

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ દિન પ્રતિદિન ગોઝારા અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામ ખાતે લીંબડી અમદાવાદ હાઈવે ઉપર યુવાન બાઈક લઇ અને પસાર થઈ રહ્યો હતો, ત્યારે મિલનજીની પાસેના કમ્પાઉન્ડ નજીક પોતાના બાઈક ઉપર કાબુ ગુમાવતા અચાનક બાઈક સાથે રોડ પર પટકાતા રસ્તા ઉપર ઢસડાઈને પડ્યો હતો.
ત્યારે આ ગોઝારા અકસ્માતમાં બાઇક સવાર યુવાનને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાય એ પહેલા જ તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને ફોન કર્યો હતો.
ત્યારે આ અકસ્માતના બનાવ અંગેની જાણકારી મળતા લીંબડી પોલીસ તાત્કાલિક અસરે ઘટનાસ્થળ ઉપર પહોંચી અને અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે. ત્યારે તેની ડેડબોડીને હાલમાં લીંબડી સાર્વજનિક દવાખાને પીએમ માટે પોલીસે ખસેડવામાં આવી છે. આ કેસની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.

Related posts

पेट के दर्द का बहाना कर भागा अफगानिस्तान का कैदी, तलाश में जुटी पुलिस

aapnugujarat

અમદાવાદમાં ૮૭૫ કેસો નોંધાયા

aapnugujarat

૧૪૪ના જાહેરનામાને લઇ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1