Aapnu Gujarat
રાષ્ટ્રીય

દોઢ વર્ષમાં ૧૦ લાખ લોકોની કરાશે ભરતી : PM MODI

પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકૃત ટિ્‌વટર હેન્ડલથી કરાયેલી ટિ્‌વટમાં જણાવાયું છે કે તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યા કે સરકાર દ્વારા આગમી ૧.૫ વર્ષમાં મિશન મોડમાં ૧૦ લાખ લોકોની ભરતી કરવામાં આવે. અત્રે જણાવવાનું કે બેરોજગારીના મુદ્દે મોદી સરકાર પર વિપક્ષ સતત આકરા પ્રહાર કરી રહ્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો આરોપ લગાવતા રહ્યા છે કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના કાર્યકાળમાં દેશમાં બેરોજગારી વધી છે. વિપક્ષ સતત સરકાર પર દબાણ પણ સર્જી રહ્યો છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉછળતો રહ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે સરકારી નોકરીના વાયદા પર એનડીએ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કર્યો હતો અને નોકરી આપવાના વચન સાથે સારા પરિણામ લાવ્યા હતા. આ અગાઉ પીએમ મોદીએ એપ્રિલમાં ટોચના સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા કહ્યું હતું જેથી કરીને રોજગારીની તકો ઉભી થાય. ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ એક માર્ચ ૨૦૨૦ સુધીમાં કેન્દ્ર સરકારના વિભાગોમાં ૮૭ લાખ જેટલા પદ ખાલી હતા. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પીએમ મોદીએ મોટા ખુશખબર આપ્યા છે. પીએમ મોદીએ નિર્દેશ આપ્યા છે કે આગામી ૧.૫ વર્ષમાં મિશન મોડમાં ૧૦ લાખ લોકોની ભરતી કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્‌વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

Related posts

રાફેલ ડિલમાં દસ્તાવેજોને સીઝ કરવા સીવીસી સમક્ષ કોંગ્રેસની માંગ

aapnugujarat

સેબીએ ૨૦૨૦-૨૧માં રૂ.૧૮,૫૬,૩૬૬-કરોડ એકત્ર કર્યા

editor

કેટલું પણ અપમાન થશે તો પણ તેમને રોકી નહીં શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1