Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

(જી.એન.એસ)વોશીંગ્ટન,તા.૦૫
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની સુરક્ષામાં ભારે ચૂકની ઘટના સામે આવી છે. ડેલાવેયરના રેહોબોથ વચ્ચે રજાઓ માણવા પહોંચેલા રાષ્ટ્રપતિના વેકેશન હોમની ઉપર એક અજાણ્યું વિમાન જોવા મળ્યું છે. ત્યારબાદ સુરક્ષામાં લાગેલી સીક્રેટ સર્વિસે સાવચેતીથી બાઇડેનને સેફ હાઉસ પહોંચાડી દીધા. વ્હાઇટ હાઉસે નિવેદન જાહેર કરી આ મામલાની પુષ્ટિ કરી છે. નિવેદન પ્રમાણે આ વિમાને વેકેશન હોમ પર હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. તેના કારણે સાવચેતીના પગલા ભરવામાં આવ્યા, પરંતુ તેનાથી રાષ્ટ્રપતિ કે તેના પરિવારને કોઈ ખતરો નથી. એક સ્થાનીક નિવાસી સુસાન લિલાર્ડે કહ્યુ કે, તેમણે બપોરે આશરે ૧૨ઃ૪૫ કલાકે રાષ્ટ્રપતિ બાઇડેનના ઘરની ઉપર એક નાના સફેદ વિમાનને ઉડતું જોયું. ત્યારબાદ બે લડાકૂ વિમાનોએ શહેરની ઉપરથી ઉડાન ભરી. જાણવા મળ્યું કે આ વિમાને હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરી ઉડાન ભરી. મહત્વનું છે કે અમેરિકી રાષ્ટ્રપતિનું ઘર હંમેશા ઉડાન પ્રતિબંધ ક્ષેત્ર હોય છે. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અમેરિકી રાષ્ટ્રપતિની હવાઈ સુરક્ષાની જવાબદારી સંભાળે છે. આ ઘટના બાદ તત્કાલ જો બાઇડેનનો કાફલો એક ફાયર સ્ટેશન તરફ જતો જોવા મળ્યો. અહીં રાષ્ટ્રપતિ બાઇડેન અને તેમના પત્નીને લઈને એક એસયૂવી ઇમારતની અંદર જતી રહી અને સીક્રેટ સર્વિસે વિસ્તારને ખાલી કરાવવાનું શરૂ કરી દીધુ. સંભવિત ખતરા બાદ રેહોબોથ એવેન્યૂ પર ૨૦ મિનિટથી વધુ સમય અવરજવર બંધ રહી હતી. અવરજવરની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિનો કોન્વે ઘર તરફ ગયો હતો. અમેરિકાની સીક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થની ગુગ્લિલ્મીએ કહ્યુ- વિમાનને તત્કાલ પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રની બહાર કાઢવામાં આવ્યું. પ્રાથમિક તપાસથી જાણવા મળે છે કે પાયલટ યોગ્ય રેડિયો ચેનલ પર નહોતો. તેણે નોટિસ ટૂ એરમેનનું પાલન ન કર્યું. તો પાયલટે ફ્લાઇટ ગાઇડન્સનું પાલન પણ કર્યું નહીં. હવે એજન્સી પાયલટની પૂછપરછ કરી રહી છે.

Related posts

ट्रंप ने चीन को चेताया, US के साथ व्यापार करार के लिए इंतजार ना करे

aapnugujarat

યુએને ઇરાન પરનો શસ્ત્ર પ્રતિબંધ લંબાવવાનો અમેરિકાનો ઠરાવ ફગાવ્યો

editor

ભારતનો પ્રવાસ પડતો મુકી અચાનક ચીન પહોંચ્યા એલોન મસ્ક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1