Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આગામી ત્રણ દિવસોમાં લાલૂને એક્સપોઝ કરી દઇશ : સુશીલ મોદી

બિહારનાં નવાઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો.
મોદીએ લાલુને રેત માફીયા સાથે સંબંધ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ આ અંગે મોટો ખુલાસો કરશે. તેઓ આગામી ત્રણ દિવસમાં લાલુ યાદવને એક્સપોજ કરશે. મોદી પાસે વન મંત્રાલયનો પણ હવાલો છે.મોદીએ લાલુ પુત્ર તેજપ્રતાપ યાદવની કથિત માટી ગોટાળા મુદ્દે તપાસનાં પણ આદેશો આપ્યા છે. ઉપમુખ્યમંત્રીએ ટ્‌વીટ કરીને કહ્યું કે એનડીએ-૨ સરકાર બન્યાનાં ત્રીજા દિવસે જ સંગઠિત ગુનાખોરોનાં ખરાબ દિવસો ચાલુ થયા.
પટના, ભોજપુર સહિત ૬ જિલ્લામાં રેત માફીયાઓ સાથે સંકળાયેલા ૧૦૦થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. રેતીથી લદાયેલા સેંકડો ટ્રક પણ કબ્જે કરવામાં આવ્યા છે.કાર્યવાહીમાં સહાયતા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારનાં વહીવટી અધિકારી કે.કે પાઠકને રાજ્યનાં ખનન વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી નિયુક્ત કરવામાં આવ્યા છે. મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની લડાઇ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે વિકાસ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇ તેમની ઉચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે બદલાની ભાવના સાથે કામ નહી થાય .

Related posts

દિલ્હીમાં હુમલાની શક્યતા, ૧૫ ઓગસ્ટ સુધી એલર્ટ જાહેર

editor

हरियाणा बीजेपी ने जारी की प्रत्याशियों की लिस्ट

aapnugujarat

ભાજપ-પીડીપી ગઠબંધન રાષ્ટ્રવિરોધી હતું : રાઉત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1