Aapnu Gujarat
રાષ્ટ્રીય

રતન ટાટાએ હિન્દી નહીં આવડવા બદલ લોકોની માફી માંગી

ઉદ્યોગપતિ રતન ટાટાએ ગુરૂવારે આસામમાં પીએમ મોદી સાથે સ્ટેજ શેર કર્યુ હતુ. આ દરમિયાન તેમણે ભાષણ આપ્યુ હતુ અને ભાષણની શરૂઆતમાં જ તેમણે માફી માંગતા કહ્યુ હતુ કે, મને હિન્દી આવડતુ નથી. એ પછી ભાંગ્યા તુટ્યા હિન્દીમાં લોકોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, હું જે પણ કહીશ એ મારા દિલથી કહીશ.
તેમણે કહ્યુ હતુ કે, મે મારા જીવનના છેલ્લા કેટલાક વર્ષો સ્વાસ્થ્યને સમર્પિત કરેલા છે. આસામ માટે આજનો દિવસ મહત્વનો છે. કારણકે આજના દિવસે આસામ સ્વાસ્થ્ય અને કેન્સરની સારવારના મામલે દેશમાં એક ઉંચા સ્તરે જઈ રહ્યુ છે. રાજ્યના લાખો લોકોને સ્વાથ્ય્ય સુવિધાનો લાભ મળે તે માટે સજ્જ કરાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગુરૂવારે આસામમાં સાત હોસ્પિટલોનુ ઉદ્‌ઘાટન અને સાત હોસ્પિટલોની આધારશીલ મુકી હતી. પીએમ મોદીની સાથે કાર્યક્રમ દરમિયાન રતન ટાટા પણ હાજર રહ્યા હતા અને તેમણે પોતાના ભાષણથી લોકોના દિલ જીતી લીધા હતા.

Related posts

NRC लिस्ट : असम के 41 लाख लोगों की किस्मत का फैसला कल

aapnugujarat

Arvind Sawant Resign From Modi’s Cabinet

aapnugujarat

ગરમીથી કંટાળી એક શખ્સે હનુમાનજીની ત્રણ મૂર્તિઓ ખંડિત કરી

editor

Leave a Comment

UA-96247877-1