Aapnu Gujarat
ગુજરાત

બોટાદ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

ઉમેશ ગોરાહવા, બોટાદ

બોટાદ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ ડીસ્ટ્રીક્ટ કોર્ટ તેમજ બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સહયોગ દ્વારા બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે ડીસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સીપાલ જજ એ.આઈ.રાવલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં અધ્યક્ષ અને ડીસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સીપાલ જજ એ.આઈ.રાવલે પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, છેવાડાના લોકોને સરકારી લાભો મળી રહે, એક જ સ્થળેથી સરકારની વિવિધ યોજનાકીય લાભો માટે અરજી કરી શકે તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સહકારથી તથા છેવાડાના તેમજ સ્થાનિક લોકોને અસંગઠીત ક્ષેત્રના કામદારોની સમસ્યા અને તેમને સંબંધિત જે કાયદાઓ છે તેની અને સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બોટાદ બાર એસોસીએશનના સિનીયર એડવોકેટ જે.એસ.પટેલે અસંગઠીત ક્ષેત્રના કામદારોની સમસ્યા અને તેમને સંબંધિત જે કાયદાઓ છે તેની વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું તથા જિલ્લા નિવાસી અધિક કલેકટર મુકેશ પરમારે સરકાર ની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. સાઈબર ક્રાઈમ વિષય પર જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાએ તેમજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ પર બોટાદ બાર એસોશીએશન સીનીયર એડવોકેટ એન.જી.વડોદરીયાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીનેશન કેમ્પનું પણ આયોજન કર્યું હતું જેનો બહોળા પ્રમાણમાં બોટાદના નાગરિકોએ લાભ લીધો હતો. આ કાર્યકમના અંતે અધ્યક્ષ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષમાન ભારત કાર્ડ, પાલક માતા પિતા યોજના, વ્હાલી દીકરી યોજના, આંતર જ્ઞાતિય્ લગ્ન સહાય, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના, મુખ્યમંત્રી બાલ સેવા યોજના, દિવ્યાંગ બસ પાસ યોજના, વિધવા સહાય યોજના વિગેરે જેવી નાગરિકો માટેની કલ્યાણકારી યોજનાની સહાય તથા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

   આ કાર્યક્રમની સ્વાગતવિધિ બોટાદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા એડીશનલ સિવિલ જજ અભિનવ મુદગલે તેમજ આભારવિધિ બોટાદ બાર એસોસિએશનના ઉપપ્રમુખ કે.જે.યાદવે કરી હતી.    આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નાયબ કલેકટર આર.કે.વંગવાણી સહિતના અધિકારી તેમજ એસોશીએશનના તમામ હોદ્દેદારો વકીલ ઓ, પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ધાંધલ,  તેમજ અધિકારી કર્મચારી ઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

લીંબડીની સગીરા પર દુષ્કર્મ કરનાર શિક્ષકને થઇ આજીવન કેદની સજા

aapnugujarat

જય સોમનાથના નારા સાથે સોમનાથથી ઓરિસ્સા વતન જવા યાત્રાળુઓ રવાના

editor

સમસ્ત બ્રહ્મસમાજ દિયોદર તાલુકાના કર્મચારીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1