Aapnu Gujarat
ગુજરાત

ગિફ્ટ સિટીમાં ૧ ઓક્ટોબરથી બુલિયન એક્સચેન્જનો પ્રારંભ

વિશ્વમાં ન્યૂયોર્ક, શિકાગો, લંડન, દુબઇ ગોલ્ડ એક્સચેન્જ અને સાંઘાઇમાં સ્પોટ બુલિયન એક્સચેન્જ છે. હવે નવું સ્પોટ એક્સચેન્જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવી રહ્યું છે. ભારતમાં પ્રથમવાર આવુ એક્સચેન્જ લાઇવ થવાનું છે જે વૈશ્વિક બુલિયન વ્યાપારનો મોટો હિસ્સો આકર્ષે તેવી અપેક્ષા છેગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિવસ પહેલી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઇ રહ્યું છે. આ એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે. દેશમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે, તેથી આ એક્સચેન્જને મોટું પગલું કહેવામાં આવે છે. આ એક્સચેન્જ સોનાનો ભાવ નક્કી કરશે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેના હશે. સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી બનાવી છે. આનો અર્થ એ થાય છે કે દેશમાં અત્યારે સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ નથી અને એટલે જ દરેક શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે અને તેમાં પણ બે શહેરો કે રાજયોના ભાવ વચ્ચે મોટો તફાવત રહે છે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે. એટલું જ નહીં એક્સચેન્જ શરૂ થયા પછી સોનાની કિંમત અને ગુણવત્તામાં પારદર્શિતા આવશે. ભારતના પહેલા ગોલ્ડ એક્સ્ચેન્જની આગેવાની બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ કરશે. જ્યારે મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (સ્ઝ્રઠ), નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (દ્ગજીઈ), ઝ્રડ્ઢજીન્ અને દ્ગજીડ્ઢન્ તેમ સ્ટેક હોલ્ડર્સ હશે. નાણામંત્રી ર્નિમલા સિતારમણે ફેબ્રુઆરીમાં બજેટમાં સેબીને ભારતના પહેલા ગોલ્ડ એક્સ્ચેન્જની રેગ્યુલેટરી બોડી બનાવવાની જાહેરાત કરી હતી. ભારત સરકાર દેશનું પહેલું ગોલ્ડ એક્સ્ચેન્જ બનાવી રહી છે અને તેના માટેની પોલિસી ૈંૈંસ્ અમદાવાદમાં તૈયાર થઈ છે. પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્‌ડ ગોલ્ડ કાઉન્સીલ (ઉય્ઝ્ર) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (ૈંૈંસ્છ)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (ૈંય્ઁઝ્ર)ને આપી હતી. ૈંય્ઁઝ્રએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપી દીધો હતો. આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં ૫ ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકશે. આ એક્સચેન્જ પછી ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવવાનું છે જેને સેબી રેગ્યુલેટ કરશે. ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડીંગ થશે. ભારતીય ઘરોમાં ૨૨૦૦૦ ટન સોનું પડ્યું છે જે નિષ્ક્રિય છે. વિશેષજ્ઞો કહે છે કે, ભારત વર્ષે ૮૦૦થી ૯૦૦ ટન સોનાનો વપરાશ કરે છે. ગિફ્ટ સિટીમાં આ એક્સચેન્જનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે તેમના બજેટમાં ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. આ એક્સચેન્જ સ્થાપવા અને સંચાલન કરવા માટે કેન્દ્રએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડીંગ(આઇઆઇબીએચ) નામની એક હોલ્ડીંગ કંપનીની સ્થાપના કરી હતી. તેના માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, ઇન્ડિયા આઇએનએક્સ, આઇએફએસસી, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ વચ્ચે એમઓયુ સાઇન કરવામાં આવ્યો હતો.

Related posts

અમદાવાદ જિલ્લાના ગોરાસુ ગામના શૂરવીર પાળીયા અંગેના લેખ માટે હાર્દિ સોનીનું સન્માન કરાયુ

aapnugujarat

મહેસાણામાં કોવિડ વેક્સિનેશન માટેની પાંચ સ્થળોએ યોજાયેલ ડ્રાયરન સફળ

editor

હોટલ લિફ્ટમાં ફસાતાં સગીરનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1