Aapnu Gujarat
મનોરંજન

હસીના ફિલ્મ માટે શ્રદ્ધા કપુરે ૮ કિલો સુધી વજન વધાર્યુ

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકેલી અભિનેત્રી શ્રદ્ધા કપુરે તેની નવી ફિલ્મ હસીના માટે આઠ કિલો સુધી વજન વધારી દીધુ હતુ. ૩૦ વર્ષીય સ્ટાર પોતાની ફિલ્મને રજૂ થવાને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહી છે. અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ હસીના ધ ક્વીન ઓફ મુંબઇને લઇને તે આશાવાદી બનેલી છે. પોતાના પાત્રની વાત કરતા શ્રદ્ધા કપુરે કહ્યુ હતુ કે આ ફિલ્મમાં પોતાના પાતને ન્યાય આપવા માટે આઠ કિલો સુધી વજન વધારી દેવામાં આવ્યુ હતુ. જો કે ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ વજન પાછુ ઉતારી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મ કરતી વેળા વજન વધારી દેવાની જરૂરિયાત પાત્ર ુજબ દેખાઇ રહી હતી. અભિનેત્રીએ અપૂર્વ લાખિયાની ભારે પ્રશંસા કરી છે. તેની ઇચ્છાની વાત કરતા શ્રદ્ધાએ કહ્યુ હતુ કે જો તે નિર્દેશક તરીકે રહે તો એક વખતે પિતા શક્તિ કપુરને રોલ આપવા માટે ઇચ્છુક છે. હસીના પાર્કરની ભૂમિકા અંગે વાત કરતા શ્રદ્ધાએ કહ્યુ છે કે આ ફિલ્મ તેની કેરિયરની સૌથી મોટી અને પડકારરૂપ ફિલ્મ છે. શ્રદ્ધા કપુરની ઇચ્છા અંગે પુછવામાં આવતા તેનુ કહેવુ છે કે તે યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર રિતિક રોશન સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. તમામ લોકો જાણે છે કે શ્રદ્ધા કપુરની આંશિંકી-૨ ફિલ્મ મારફતે લોકપ્રિયતા વધી હતી. આ ફિલ્મના લીધે તેને ફિલ્મો મળવાની શરૂઆત થઇ હતી. શ્રદ્ધા કપુર છેલ્લે અર્જુન કપુરની સાથે હાફ ગર્લફ્રેન્ડમાં નજરે પડી હતી. આ ફિલ્મની કેટલાક ગીતો સુપરહિટ સાબિત થયા હતા. જો કે ફિલ્મને સરેરાશ સફળતા જ મળી હતી. હવે હસીના ફિલ્મને લઇને તે આશાવાદી છે.

Related posts

અનિલ અને માધુરી લાંબા સમય બાદ ફરી એક સાથે

aapnugujarat

રણબીરને કામ કરવાની સૌથી વધારે મજા અનુષ્કા સાથે આવે છે

aapnugujarat

आराध्या के साथ गाना रिकॉर्ड करते अमिताभ ने स्टूडियो से शेयर की तस्वीरें

editor

Leave a Comment

UA-96247877-1