Aapnu Gujarat
ગુજરાત

મોટી રાજસ્થલીમા ૧૦૦૮ પીપળનું રોપણ કરાયુ

સુરેશ ત્રિવેદી , ભાવનગર

‘અષાઢી બીજ’ એ હિન્દુ સંસ્કૃતિમાં શુભ કાર્યો શરૂ કરવાં માટે અગત્યનો તહેવાય કહેવાય છે. લોકો આ દિવસે પોતાના અગત્યના કાર્યોની શરૂઆત કરતાં હોય છે.
ભગવાન જગન્નાથ સામેથી ભક્તોને દર્શન આપવાં જાય છે. તેવાં પવિત્ર દિવસે ભાવનગરના મોટી રાજસ્થળી ગામે કોઇને બહું ધ્યાનમાં ન આવે પણ ખરાં અર્થમાં ચિરંતન પ્રકારનું કાર્ય થયું છે.આ દિવસે મોટી રાજસ્થલી ગામે ૧૦૦૮ પીપળાના છોડનું અહીંના તલાવ કાંઠે રોપણ કરીને ‘પ્રાણવાયુના સરોવર’ નું નિર્માણ કરવાં ગ્રામજનોએ ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે.આ અભિયાન વિશે જાણીને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પત્ર પાઠવી ગામના અગ્રણીશ્રી નાનુભાઇ અને ગામના લોકોના આ અભિયાનને બિરદાવી અભિનંદન પાઠવ્યાં છે.
મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપતાં પત્રમાં જણાવ્યું છે કે, વૃક્ષો એ મનુષ્યોના શ્રેષ્ઠ અને પરોપકારી મિત્રો છે. આપણા શાસ્ત્રોમાં પીપળાના ગવાયેલાં મહિમાને યાદ કરીને પીપળો ૨૪ કલાક ઓક્સિજન આપતું વૃક્ષ છે. તેમ જણાવી સમાજ ઉપયોગી આ પગલું ભરવાં માટે ધન્યવાદ પાઠવ્યાં છે.

Related posts

नर्मदा बांध का स्तर १३५.६५ मीटर पर पहुंचा

aapnugujarat

नारोल क्षेत्र में दो बाइक आमने-सामने टकराने पर कपल गिर गया : पति की मौत

aapnugujarat

૨૧મી સદીમાં એશિયા અને આફ્રિકા બંને માટે સમાન તક : અરૂણ જેટલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1