Aapnu Gujarat
ગુજરાત

૨૧મી સદીમાં એશિયા અને આફ્રિકા બંને માટે સમાન તક : અરૂણ જેટલી

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદી માત્ર એશિયાની નથી, પરંતુ એશિયા અને આફ્રિકા બંને માટે સમાન છે. મંત્રી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની ૫૨મી વાર્ષિક બેઠકના ઉદ્ધાટન સમારંભમાં બોલી રહ્યા હતા. જેટલીએ જણાવ્યું કે, હાલના પડકારરૂપ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આઈએમએફના જાન્યુઆરી ૨૦૧૭ના અંદાજ મુજબ, ભારત ૨૦૧૭માં ૭.૨ ટકાના દરે જ્યારે ૨૦૧૮માં ૭.૭ ટકાના દરે વિકસવાની શક્યતા છે. આ ઉપરાંત વિમુદ્રીકરણ જેવા ઐતિહાસિક પગલાને કારણે દેશ ઓછા રોકડ વ્યવહારો તરફ આગળ વધ્યો છે. આ ઉપરાંત અંદાજપત્ર રજુ કરવાની પ્રક્રિયા, જીએસટી તથા એફડીઆઈ નીતિમાં ઉદારીકરણ જેવા મુખ્ય પગલા લેવામાં આવ્યા છે. બીજી તરફ, આફ્રિકા પણ આર્થિક ક્ષેત્રે ઉમદા પ્રદર્શન કરી રહ્યું છે. આફ્રિકન અર્થવ્યવસ્થા ૨૦૧૬માં ૨.૨ ટકાના દરે વિકસી છે અને ચાલુ વર્ષે ૩.૪ ટકાના દરે વિકસવાનો અંદાજ છે. આફ્રિકામાં મધ્યમ વર્ગ વધી રહ્યો છે સાથો સાથ ખર્ચ કરવાની ક્ષમતા પણ વધી રહી છે. જે તકોના નવા દ્વાર ખોલશે. જેટલીએ ભારત આફ્રિકા ભાગીદારી વિશે જણાવતા કહ્યું કે, ભારતની વિકાસાત્મક ભાગીદારી દક્ષિણ-દક્ષિણ સહકાર અને સ્વૈચ્છિક ભાગીદારીના સિદ્ધાંતો પર આધારિત છે. તેની વિશેષતા સ્વૈચ્છિક ભાગીદારી છે કે જેમાં, ભાગીદાર પર કોઈ વસ્તુ લાવવામાં આવતી નથી અને ભાગીદાર પોતાના માટે શું શ્રેષ્ઠ છે, તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. અમારી પ્રતિબદ્ધતા આફ્રિકા સાથે ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનમાં પ્રતિબિબિત થાય છે. ભારતના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આફ્રિકાના ૧૬ દેશોને મુલાકાત લીધી છે તથા આફ્રિકાનો કોઈ પણ દેશ એવો નથી જેની મુલાકાત કેબિનેટ મંત્રી દ્વારા લેવામાં આવી ન હોય. વાર્ષિક બેઠકની થીમ વિશે બોલતા જેટલીએ જણાવ્યું કે, આફ્રિકા વિશ્વનો ખેતીલાયક જમીનનો ૬૦ ટકા હિસ્સો ધરાવે છે, જેના પર માત્ર ૧૦ ટકા વૈશ્વિક ખોરાકનું ઉત્પાદન કરે છે. ભારત વિશ્વની માત્ર ૨ ટકા જમીન ધરાવે છે અને વિશ્વની ૧૭ ટકા વસ્તીને પોષે છે. આમ, ભારતના અનુભવમાંથી આફ્રિકા ધણુ બધુ શીખી શકે છે. ભારત અને આફ્રિકા સિંચાઈ, ખાદ્ય પ્રસંસ્કરણ, ભુમિ જાળવણી અને જળ વ્યવસ્થાપન તથા નિકાસ વ્યવસ્થાના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભાગીદારી કરી શકે છે.

Related posts

પેટ્રોલ પંપના કર્મીની નજીવી તકરારમાં ગ્રાહકે કરેલ હત્યા

aapnugujarat

ચાંગા ગામની કેનાલમાંથી લાશ મળી

aapnugujarat

ત્રાસવાદી ઉબેદ-કાસીમના પરપ્રાંતિય કનેકશનો ખુલ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1