Aapnu Gujarat
ગુજરાત

કાલોલમા અથડામણ મામલે ૧૦૪ જેટલા લોકો સામે ફરિયાદ

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

પંચમહાલ જીલ્લાના કાલોલનગરમાં શનિવારે પોલીસ પર થયેલા હૂમલા અને ત્યારબાદ વાહનો અને દૂકાનોમાં તોફાની ટોળાએ મચાવેલી ધમાલમાં પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.એસઆરપી પોલીસ સહિતનો વધુ કાફલો પહોચીને પરીસ્થિતી થાળે પાડી હતી.ત્યારબાદ હૂમલા કરનારાઓને શોધવા કોંબીંગ હાથ ધરવામા આવ્યુ હતુ.જેમા મહિલા-પૂરૂષો સહિત ૧૦૪ લોકો સામે કાર્યવાહી કરવાવા આવી છે.ગૌરક્ષકને માર મારવા બાબતે કાલોલ પોલીસને અગ્રણીઓ દ્વારા રજૂઆતને કરવામા આવી રહી હતી.તે સમયે કાલોલ પોલીસ સ્ટેશનની બહાર ઉભા રહેલા ટોળૂ ઉગ્ર બનતા કાલોલમાં પરિસ્થીતી વણસી હતી.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જોખમાય તેમ ઇલેટ્રોનિક માધ્યમથી સ્થાનિકતંત્રના અધિકારીઓ,હાલોલ પોલીસ વિભાગના અધિકારીઓ અને પોલીસકર્મીઓ,ગોધરા એલસીબી તેમજ એસઓજી વિભાગના પીઆઇ સહિત તેમના સ્ટાફના પહોચી ગયો હતો. પોલીસે તોફાની ટોળાને કાબૂમા લેવા ટીયર ગેસના સેલ હવામાં છોડ્યા હતા. ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અન્ય ટોળા પણ ઉપસ્થીત થઈ ગયા હતા. પોલીસે કેટલાક ઇસમોને પકડી લીધા હતા.ટોળાએ ડેરીમાં વકરાના રોકડ રૂપિયા,સીસીટીવીનુ ડીવીઆર તેમજ ઘી ભરેલા કેનની લુંટ ચલાવી હતી.તેમજ ત્યા નજીક રહેલી એક વાનની તોડફોડ કરીને અન્ય એક બાઈકને આગ લગાવી દીધી હતી.ટીયરગેસના સેલ,અને હેંડ ગ્રેનેડના સેલ મળીને ૯૮ જેટલા સેલ છોડ્યા હતા.કાલોલ પોલીસ મથકની સરકારી સેકેન્ડ મોબાઈલને પણ નૂકશાન થયુ હતૂ.ટોળાઓ ભાગી ગયા હતા.આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને મહિલા-પૂરૂષો મળીને ૧૧૪ જેટલા સામે પોલીસે ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

Related posts

फायरस्टेशन असुरक्षित पांचकूवा फायर स्टेशन की पेराफीट टूटी

aapnugujarat

નંદાસણ હાઈ-વે પર વરના કારમાં આગ ફાટી નીકળી

aapnugujarat

કડીના લ્હોર ગામમાં વરઘોડો કાઢવામાં દલિતોનાં બહિષ્કારની મડાગાંઠ યથાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1