Aapnu Gujarat
ગુજરાત

ખેડબ્રહ્મામાંથી બાઈક ચોર ઝડપાયો

ખેડબ્રહ્માથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે, ખેડબ્રહ્મામાંથી ચોરીની 6 બાઇકો સાથે કોટડા ગેંગનો કિરણ ઉર્ફે કિરીયો ઝબ્બે થયો.ખેડબ્રહ્મામાંથી બાઇક ચોર ઝબ્બે. ડેપોમાંથી દબોચ્યો, બનાસકાંઠાના દાંતીવાડામાંથી પાંચ બાઇક ચોર્યાખેડબ્રહ્મા પી.એસ.આઈ વિશાલભાઈ બી. પટેલ અને સ્ટાફ સાથે ખડેબ્રહ્મા બસ સ્ટેન્ડમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાનની બાઇક ચોરીઓ કરતી ગેંગનો કિરણભાઇ ઉર્ફે કિરીયો દોલકાભાઇ સનાભાઇ પારઘી (25) રહે.સડા તા.કોટડા(છાવણી) જી.ઉદેપુર રાજસ્થાનને ચોરીના બાઇક સાથે બસ સ્ટેશનમાંથી પકડી તેની બાઇક MH-42-AJ-8811 નું પોકેટ કોપ મોબાઇલ અંતર્ગત ઓનલાઇન ચેક કરતાં આ બાઇક ચોરી થયા અંગે ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતાં અન્ય 5 બાઇકો મળી કુલ 6 બાઇકની રિકવર કરાયા હતા. સાબરકાંઠા તથા બનાસકાંઠા જિલ્લામાં સહ આરોપી જેઠાભાઇ પારઘી રહે.વડલા તા.કોટડા તથા દેવાભાઇ પારઘી રહે.સડા તા.કોટડા રાજસ્થાનવાળાઓ ચોરી કરી હતી.
પોલીસે રિકવર કરેલ બાઇકની વિગતપેશન પ્રો બાઇક .GJ-09-CV-0976 મૂળ માલિક રમેશભાઇ મોતીભાઇ રબારી રહે.ગઢડા શામળાજી તા.ખેડબ્રહ્માહીરોહોન્ડા કંપનીનું CD DELUXE GJ-08-N-9771 નું દાંતીવાડા, બનાસકાંઠાથી ચોરાયેલુંપેશન પ્લસ GJ-08-H-909 દાંતીવાડાથી ચોરાયેલુંકાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર પ્લેટ લગાવેલ ન હતી જે દાંતીવાડાથી ચોરી કર્યું હતુંકાળા કલરનું HFDELUXE GJ-08-BL-4755 દાંતીવાડાથી (મૂળ માલીક મનીષકુમાર કાન્તિલાલ પચાંલ રહે.દાંતીવાડા)

Related posts

गुजरात के ऊपर चक्रवात का डर बंदरगाहों पर नंबर ३ का सिग्नल

aapnugujarat

ગેંગરેપ પ્રકરણ : વૃષભ મારૂ ક્રાઇમ બ્રાંચ સમક્ષ ઉપસ્થિત

aapnugujarat

अखबारनगर के पास हार्डवेयर और इलेक्ट्रिक की दुकान आग में जलकर खाक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1