Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકન સ્પિનર સૂરજ રણદીવ બસ ડ્રાયવીંગ કરી ઘર ચલાવે છે

ક્રિકેટના વૈભવને જાેઇને ક્રિકેટને થોડુ ઘણું જાણનારાઓને પણ ક્રિકેટર બનવાના સપના હોય છે. ક્રિકેટર બનવા માટે બાળપણ થી જ કઠોર પરિશ્રમ કરવો પડતો હોય છે. જાેકે એવા પણ કેટલાક ક્રિકેટરો છે કે, જે ગુજરાન ચલાવવા માટે નિવૃત્તી બાદ નાની મોટી નોકરી કે ધંધો કરતા હોય છે. આઈપીએલ અને વિશ્વકપ ટીમનો હિસ્સો રહેલો ઓફ બ્રેક સ્પિનર શ્રીલંકન સ્પિનર સૂરજ રણદીવની આવી જ કહાની છે. તે ઓસ્ટ્રેલીયાના મેલબોર્નમાં બસ ડ્રાયવરની નોકરી કરીને ગુજરાન કરી રહ્યો છે.
સૂરજ બસ ચલાવવા સાથે મેલબોર્નમાં એક ક્રિકેટ ક્લબમાં પણ રમતો રહે છે. જાેકે હાલમાં તે બસ ડ્રાયવર તરીકેની કમાણી કરીને પોતાના પરિવારનુ જીવન ગુજરાન કરી રહ્યો છે. જાેકે યુવરાજ સિંહના એક વિજ્ઞાપનની જાેરદાર વાત હતી કે, જ્યાં સુધી બેટ ચાલે ત્યાં સુધી ઠાઠ હોય છે. આ વાત સૂરજને લાગુ પડે છે. ટીમની બહાર રહેતા જ જીવન ગુજરાન મુશ્કેલ બન્યુ અને આખરે બસ ડ્રાયવર બનવુ પડ્યુ હતું.
સૂરજ આમ તો લાંબા સમય બાદ વર્ષની શરુઆતમાં આવ્યો હતો. ગત જાન્યુઆરી માસ દરમ્યાન સૂરજે ઓસ્ટ્રેલીયન બેટ્‌સમેનોને સ્પિનર બોલરો સામેની બેટીંગ પ્રેકટીસ કરાવી હતી. ભારત સામે ઓસ્ટ્રેલીયામાં રમાયેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફી દરમ્યાન તેણે ઓસ્ટ્રેલીયન ટીમની મદદ કરી હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં તે ઓસ્ટ્રલીયન બેટ્‌સમેનોને નેટ બોલીંગ કરતો હતો. જાેકે તે શ્રેણીમાં ભારતે શાનદાર જીત મેળવી હતી.
સૂરજ ૨૦૧૦ માં દાંબુલામા રમાયેલી ભારત શ્રીલંકા મેચને લઇને પણ ચર્ચામાં રહ્યો હતો. જે વેળા સહેવાગને શતક માટે ૬ રનની જરુર હતી. ત્યારે જ તેણે નો બોલ ફેંક્યો હતો. આમ ભારત આ નો બોલથી જીત મેળવી ચુક્યુ પરંતુ સહેવાગ શતકને ચુકી ગયો હતો. તેની આ હરકતને લઇને સૂરજને એક મેચ માટે બહાર કરી દેવામાં આવ્યો હતો.
સુરજ રણદીવ શ્રીલંકા તરફથી ૧૨ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. ૩૧ વન ડે અને ૭ ટી૨૦ મેચ શ્રીલંકા તરફથી રમ્યો છે. તેણે ૮૬ આંતરરાષ્ટ્રીય વિકેટ તેના કરિયર દરમ્યાન ઝડપી છે. વર્ષ ૨૦૧૧ માં રમાયેલા વિશ્વકપનો સૂરજ રણદીવ શ્રીલંકન ટીમનો હિસ્સો રહ્યો હતો.
ઉપરાંત ૨૦૧૧ માં તે આઈપીએલ ટૂર્નામેન્ટમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) વતી રમી ચુક્યો છે. આઈપીએલમાં ૮ વિકેટમાં તેણે ૬ વિકેટ ઝડપી હતી. જે વર્ષે ચેન્નાઇની ટીમ આઈપીએલ વિજેતા બની હતી. વર્ષ ૨૦૧૬ માં તે શ્રીલંકન ટીમ વતી આખરી મેચ રમ્યો હતો. ૨૦૧૯ માં તે જીવન ગુજરાન માટે ઓસ્ટ્રેલીયા પહોંચ્યો હતો.

Related posts

टेस्ट चैंपियनशिप जीतना विश्व कप जीतने के बराबर : इशांत

editor

India beats Bangladesh

aapnugujarat

कप्तान विराट की तरह बनना चाहते हैं पाकिस्तानी क्रिकेटर: यूनिस खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1