Aapnu Gujarat
રાષ્ટ્રીય

મેહુલ ચોક્સીની ઘર વાપસી માટે ભારત સરકારે ડોમિનિકા જેટ મોકલ્યું…!!!

પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી સ્કેમ કેસમાં ૨ વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપી મેહુલ ચોક્સીને પાછો બોલાવવા માટે ભારત સરકાર દ્વારા જેટ મોકલાયું હોવાના સમાચાર છે. એન્ટિગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રોનેએ એક ઇન્ટરવ્યૂમાં જેટ મોકલાયું હોવાની પુષ્ટી કરી છે. ચોક્સી અત્યારે કેરિબિયાઈ દેશ ડોમિનિકા રિપબ્લિકમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જેટમાં મેહુલ ચોક્સીથી જાેડાયેલા તમામ દસ્તાવેજ પણ મોકલવામાં આવ્યા છે, જેથી ડોમિનિકાની કોર્ટમાં રાખવામાં આવી શકે. ભારત સરકાર આ દસ્તાવેજાેથી એ સાબિત કરવા ઇચ્છે છે કે મેહુલ ચોક્સી ભાગેડું છે, જેથી તેને તરત ભારતને સોંપી દેવામાં આવે. મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે.
આ પહેલા એન્ટિગુઆના મીડિયાએ પણ ડોમિનિકામાં એક જેટ લેન્ડ કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ચાર્લ્સ ડગલસ એરપોર્ટ પર કતારની બોમ્બાર્ડિયર ગ્લોબલ ૫૦૦ એરક્રાફ્ટે લેન્ડ કર્યું છે. આ જેટ અહીં આવ્યાથી એ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે મેહુલ ચોક્સીને આમાં સીધો ભારત મોકલવામાં આવી શકે છે. આ દરમિયાન એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રોએ દાવો કર્યો છે કે, મેહુલ ચોક્સી અત્યારે પણ ભારતનો નાગરિક છે, તેથી ડોમિનિકાએ તેને સીધો ભારતના હવાલે કરી દેવો જાેઇએ.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી કેસને લઇને એન્ટિગુઆની રાજનીતિ પણ ગરમાઈ છે. બે દિવસ પહેલા ત્યાંના પીએમે કહ્યું હતુ કે, ડોમિનિકાએ ચોક્સીને ભારત મોકલી દેવો જાેઇએ અને તેને એન્ટીગુઆ તેમજ બર્મુડા ના જવું જાેઇએ. વિપક્ષે તેમના આ નિવેદનને બેજવાબદારીભર્યુ ગણાવ્યું હતું.

Related posts

राहुल-प्रियंका का मोदी सरकार पर तंज

editor

મોદી છેલ્લાં ચાર વર્ષમાં દુનિયા ફરી ચુક્યા

aapnugujarat

कैराना उपचुनाव : कंवर हसन ने दिया आरएलडी को समर्थन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1