Aapnu Gujarat
ગુજરાત

મહેસાણાની રાષ્ટ્રીયકૃત બેન્કોની ૨૨૫ શાખાઓએ હડતાળને સમર્થન

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે,સમગ્ર દેશની રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ સરકારના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં બે દિવસની હડતાળમાં જોડાયા છે. જેની અસર મહેસાણા જિલ્લામાં પણ જોવા મળી હતી જે અંતર્ગત મહેસાણા જિલ્લાની બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા સહિતની બેન્કોની અંદાજે ૨૨૫ શાખાઓમાં ફરજ બજાવતાં બે હજાર જેટલા કર્મચારીઓ કામકાજથી અગળા રહી હડતાળમાં જોડાયા હતા. જેના કારણે હડતાળના પહેલા જ દિવસે કરોડોનું કલીયરીંગ અટકી જતાં બેન્કોના સેંકડો ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.બેંક કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરકાર બેંકોના વિસ્તૃતીકરણ કરવાને બદલે બેંકોનું ખાનગીકરણ કરી રહી છે. જે આ નિર્ણય યોગ્ય ન હોવાથી હડતાળનો સહારો લેવો પડ્યો છે. મહેસાણાના હાઇવે સ્થિત દેવસ્થ પ્લાઝા બેન્ક ઓફ બરોડા ખાતે જિલ્લાના બેન્ક કર્મચારીઓનું સંમેલન મળ્યું હતું જેમાં ખાનગીકરણના વિરોધ માં નારા લગાવવામાં આવ્યા હતા અને બેન્ક કર્મચારી એકતા ઝીંદાબાદના નારા લગાવી બેંકોના ખાનગીકરણનો વિરોધ નિધાવ્યો હતો.

Related posts

कर्णावती क्लब के पास बीआरटीएस बस में आग लगी

aapnugujarat

અમદાવાદ આરટીઓમાં નવા સારથી-૪ સોફ્ટવેરને લઇ કામ ઠપ થયું

aapnugujarat

બોટાદ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1