Aapnu Gujarat
ગુજરાત

ચાર યુવાનો દ્વારા દાંડી પથ પર સોલ્ટ રાઈડ (સાયકલ યાત્રા)

આજકાલ લોકો પોતાની જાતને ગાંધીવાદી કહેવડાવવા માટે ગાંધી ટોપી ધારણ કરે છે પણ ખરેખર તો ગાંધીવાદી કહેવડાવવા માટે ગાંધીની વિચારધારા ધારણ કરવી પડે, જીવનમાં ઉતારવી પડે, તેમનો સત્ય અને અહિંસાના પાયાના સિદ્ધાંતોને જીવનમાં ઓતપ્રોત કરવા પડે, ગાંધીજીએ ચીંધેલા માર્ગે ચાલવું પડે, અને આજે ચાર યુવાનો આ પથ પર આગળ વધી રહ્યા છે. આજે જ્યારે વિશ્વ રાખો કોવીડ ૧૯ ના પ્રકોપમાં છે ત્યારે સોશિયલ ડિસ્ટેન્સીગ,માસ્ક અને સ્વચ્છતાનું પ્રચાર કરવાના ઉદ્દેશથી દાંડી યાત્રાને એક નવું રૂપ આપી ચાર યુવાનો ૧.અવિનાશ સરદાના (એનએસએસ સ્વયંમસેવક, એસવીઆઈટી. વાસદ),૨. સાહિલ જેક્સન (એમ એસ યુનિવર્સિટી, વડોદરા) ૩.રાહુલ રાજગોપાલ (ડેકથલોન, વડોદરા) ૪. રીન્કુ ખુસવા (ગુના, મધ્યપ્રદેશ)દ્વારા સમાજમાં જાગૃતિની નવી કોશિશ કરવામાં આવી રહી છે.

ગો ધાર્મિક જૂથ દ્વારા દર વર્ષે સાબરમતી આશ્રમથી દાંડી સુધી સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, ગો ગ્રીન ક્લાઇમેટ, ભાવિ પેઢી ને ખનીજો અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર તંદુરસ્ત પર્યાવરણ મળે, દરેકને શિક્ષણ મળે માટે લાઇબ્રેરીની સ્થાપનાઓ અને બાળકોના સ્વાસ્થ્ય ને પ્રાધાન્ય આપવા ફિટ ઇન્ડિયા નો સંદેશ આપવાનો રહેતો હોય અને હકીકતમાં તો ગાંધીજી પણ તેમના સ્વપ્નના ભારત માં આવું જ કંઈક ઇચ્છતા હતા.

આ ઉદ્દેશ નું પ્રચાર-પ્રસાર કરવા માટે દર વર્ષે ની જેમ ચાલુ વર્ષે પણ ગો ધાર્મિક જૂથ દ્વારા સોલ્ટ રાઈડનું આયોજન કર્યું છે તેને વર્ચ્યુઅલ રુપ આપવામાં આવ્યું છે જેના થકી ૧લી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી આપ ગમે ત્યા ૧૦૦, ૨૦૦ અને ૪૦૦ કિ.મી. સાયકલ યાત્રા કરી આ ભગીરથ કાર્યમાં સહભાગી બની શકો છો. જ્યારે ખૂબ જ ઓછી સંખ્યામાં એટલે કે ફક્ત ચાર યુવાનો દ્વારા પ્રત્યક્ષ રીતે ૩જી ડિસેમ્બરના રોજ સવારે ૬:૪૫ કલાકે સાબરમતી આશ્રમ અમદાવાદથી સાયકલ યાત્રા ની શરૂઆત કરી છે. અને તેઓ છઠ્ઠી તારીકે દાંડી મુકામે પોતાની યાત્રા પૂરી કરશે.

પ્રથમ દિવસ
સાબરમતી આશ્રમથી અસલાલી- ૧૮ કિલોમીટર, અસલાલી થી નવાગામ – ૧૮ કિલોમીટર નવાગામ થી નડિયાદ – ૩૩ કિલોમીટર નડીયાદ થી આણંદ -૧૯ કિ.મી, આણંદ થી બોરસદ ૧૮ કિલોમીટર બોરસદ થી કાકનપુર -૨૨ કિલોમીટર. રાત્રી રોકાણ કાકનપુર રહેશે.

દ્વિતીય દિવસ

કાકનપુર થી અંકલેશ્વર ૧૨૨ કિલોમીટર, અંકલેશ્વર થી સુરત ૧૨૫ કિલોમીટર

તૃતીય દિવસ

સુરત થી નવસારી -૩૩ કિલોમીટર નવસારીથી દાંડી -૨૧ કિલોમીટર

આમ કુલ ચાર દિવસમાં ૩૫૫ કિલોમીટરની સાયકલ યાત્રા કરવામાં આવશે યાત્રા દરમિયાન વચ્ચે વચ્ચે ગામમાં રોકાણ કરી નાગરિકોને સફાઈ નું મહત્વ, પર્યાવરણનું મહત્વ, શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવશે. આની સાથે સાથે હાલના સમયમાં કોવિડ -૧૯ સામેના યુદ્ધમાં માસ્ક પહેરવું, હાથ સેનેટાઈઝ કરવા અને યોગ્ય અંતર રાખી મુલાકાત કરવી અથવા વાતચીત કરવી જેવા સંદેશાઓ પણ નાગરિકોને આપવામાં આવશે જેથી કરીને દરેક નાગરિક કોવિડ -૧૯ સામેની લડાઈ જીતી જિંદગીને આગળ વધારી શકે.

આ ચાર સહાસિકાની સોલ્ટ રાઈડ (સાયકલ યાત્રા) રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ની મુલાકાત લઇ પૂરી થશે.

Related posts

ગ્રામ્ય મહિલા પોલીસ મથક બોપલમાં શરૂ થયું

aapnugujarat

સ્માર્ટ પાર્કિંગ નહીં હોવાથી આડેધડ જ પાર્કિંગ થાય છે

aapnugujarat

ડોક્ટરની સાથે ઠગાઈ કરનાર કોલ સેન્ટર સંચાલક ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1