Aapnu Gujarat
ગુજરાત

ડૉ. બાબાસાહેબ આંબેડકર વીરમાયા ધાર્મિક તથા સામાજિક સ્મરણિકા પુસ્તકનું વિમોચન

, ડૉ. બાબાસાહેબ આંબેડકર,વીરમાયા ધાર્મિક તથા સામાજિક સ્મરણિકા પુસ્તકનું વિમોચન સમાજ દર્શન તથા પ્રવેશદ્વારનું ઉદ્‌ઘાટન ત્રિવેણી કાર્યક્રમ તા ૨૨/૧૧/૨૦૨૦ને રવિવારના રોજ આંબેડકર સોસાયટી ઈન્દિરાનગર વણકરવાસ દેલા તા. જિ મહેસાણા ખાતે પુસ્તક વિમોચન સવારે ૯ કલાકે પ્રવેશદ્વાર ઉદ્ધાટન સવારે ૧૧ કલાકે રાખવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સર્વ પ્રથમ બંધુ બેલડી મહેશ – નરેશ કનોડિયાને શ્રધ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આયોજક સેવક કિશોર પી. સોલંકીએ તેમના સ્વ. પિતાશ્રી પાનાભાઈ છગનભાઈ સોલંકી તેમજ માતાશ્રી બેનીબેન પાનાભાઈ સોલંકીની યાદમાં ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે સમાજને પુસ્તક વિમોચનનો તેમજ પ્રવેશદ્વારના દાતાશ્રી સ્વ. ધુળાભાઈ વરવાભાઈ ચૌહાણના પુત્રો સ્વ. ઉગરાભાઈ ધુળાભાઈ ચૌહાણ, સ્વ. ગોવિંદભાઈ ધુળાભાઈ ચૌહાણ સહ પરિવાર વિસનગરના પૌત્રશ્રી જગદીશ ઉગરાભાઈ ચૌહાણ તેમજ મનોજ ગોવિંદભાઈ ચૌહાણ પરિવાર વિસનગર દ્વારા પ્રવેશદ્વારનું રિબેન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી દોલતરામજી બાપુ, શ્રી આનંદદાસ બાપુ પુસ્તકના વિમોચનના પ્રણેતા કિશોર પી. સોલંકી પ્રવેશદ્વારના ઉદઘાટક, જગદીશ ચૌહાણ, પૂર્વ મંત્રી ઈશ્વર મકવાણા, નાયબ મામલતદાર કે.કે.પરમાર, સોમચંદ જાદવ, રમેશ એન.સોલંકી, મનુ મકવાણા (નિવૃત્ત પીએસઆઈ), રશ્મિકાંત જી. પરમાર, સુરેશભ પીલુદરિયા, સતિષ કાપડિયા, ગોવિંદ પરમાર (એન્કર), પૂનમભાઈ (સિધ્ધપુરના એડવોકેટ), રમેશ મકવાણા, રમેશ છત્રીવાળા, જયચંદ બારોટ, સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણાના પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણા તેમજ નામી અનામી સમાજનાં ઘણાં બધાં મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પુસ્તક પ્રકાશિતકર્તા કિશોર પી. સોલંકીનું ડૉ. બાબાસાહેબ આંબેડકરની ટ્રોફી, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું કેલેન્ડર તેમજ પ્રમાણપત્ર આપી સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણાના પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કિશોર સોલંકીએ તમામ મહાનુભાવોનું પુસ્તક તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકર વીરમાયાદેવના મેડલથી સન્માન કર્યું હતું. ત્યારબાદ વણકરવાસમાં મેઈન ગેટનું ઉદઘાટન જગદીશ ચૌહાણના હસ્તે રિબેન કાપી કરવામાં આવ્યું હતું અંતે ભોજન સંમારંભ રાખવા આવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

બધાં જાપાની મહેમાનોને પીરસાશેે આ વાનગીઓ

aapnugujarat

કોસીંદ્રા – ચિખોદ્રા પુલ બનાવવાની જાહેરાત સરકારનું સરાહનીય કાર્ય : અભેસિંહ તડવી

aapnugujarat

સમગ્ર રાજયમાં બસ એક જ ચર્ચા છે : શું લાગે છે ભાજપ કે કોંગ્રેસ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1