Aapnu Gujarat
ગુજરાત

ટેન્કરમાંથી બારોબાર તેલ કાઢી વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશઃ પાંચ શખસની ધરપકડ

કચ્છના કંડલા ખાતેથી સોયાબીન તેલ ભરીને નીકળતા ટેન્કરોમાંથી બારોબાર તેલનો જથ્થો કાઢી વેચી નાખી મોટી કમાણી કરવાના કૌભાંડનો સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી આશરે રૂપિયા ૫૮ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પાંચ શખસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી કે કંડલાથી સોયાબીન તેલ ભરી નીકળતા ટેન્કરોમાંથી ડ્રાઈવર- કન્ડક્ટરના મેળાપીપણામાં તેલનો જથ્થો બારોબાર કાઢી વેચી નાખવાનું કૌભાંડ ચાલે છે. આ બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમના સ્ટાફે કચ્છના ભચાઉ રોડ પર આવેલી વિરાત્રા હોટલની પાછળના ભાગે છાપો માર્યો હતો.
પોલીસે છાપો મારતાં જ ગુનેગાર ટોળકીએ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરી ભરત આહીર, શ્રવણસિંહ સુરાડિયા, ચંપાલાલ નાઈ, અશોક કોળી, ગોવિંદજી ઠાકોર અને ભરત ઠાકોર નામના પાંચ શખસને આબાદ ઝડપી લીધા હતા.
આ શખસો ટેન્કરમાંથી તેલ ચોરતાં રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી પ્લાસ્ટિકના ૨૦ કેરબા, તેલના ૭૪૨ ખાલી ડબ્બા, બે ટેન્કર, ચાર મોબાઈલ ફોન, વજનકાંટો, ડબ્બા સીલ કરવાનું મશીન અને તેલ ખેંચવા માટેની પાઈપો મળી આશરે રૂ. ૫૮ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન તેલચોરીનું આ કૌભાંડ છેલ્લા છ મહિનાથી ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વડોદરા શહેરમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૧૫ હજાર લોકોએ વેક્સિન લીધી

editor

રાજકોટમાં ફર્નિચરના શો રૂમમાં ભીષણ આગ લાગથી નુક્સાન

aapnugujarat

एक महीने में शहर में उल्टी-दस्त के २२३० केस दर्ज हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1