Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના કોટડા (ફો) ગામે દૂધ મંડળીનો પગાર ન થતાં રોષે ભરાયેલા ગ્રાહકોએ ડેરીને તાળાબંધી કરી

દિયોદર તાલુકાના કોટડા ફોરણા ગામે દૂધ મંડળીમાંથી છેલ્લાં એક મહિનાથી પશુપાલકો દૂધ ડેરીએ દૂધ ભરાવતા હતા પરંતુ એક મહિનાનો પગાર ન મળતા પશુપાલકોએ ગઈકાલ સાંજે પગારની માંગણી કરતા ગ્રાહકોને ડેરીના મંત્રી તેમજ ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચકયો હતો અને દૂધ ગ્રાહકો એક સાથે ઘુસી આવી દૂધ મંડળીને તાળા મારવામાં આવ્યાં હતાં. જોકે મંડળીના ગ્રાહકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના કોટડા ગામે ગ્રાહકોએ દૂધ લઈ આવતા અને પગારની માંગણી કરતાં મંત્રી અને ચેરમેન દૂધના થતાં પૈસા ન ચૂકવતાં લોકોએ પાલનપુર દૂધ ડેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં પશુપાલકોએ કોટડા ફોરણા દૂધ મંડળીના મંત્રી દ્વારા ખોટી રીતે ઉચાપત કરવામાં આવેલ છે અને ગ્રાહકોને દૂધનો પગાર ચૂકવવામાં આવતો નથી જે અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી દૂધનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. દૂધ ગ્રાહકો અને ગ્રામજનો દ્વારા એક સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને દૂધ મંડળીની આગળ નારા લગાવી મંડળીને તાળાબંધી કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભઆઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી

aapnugujarat

सूरत में युवती से दुष्‍कर्म के बाद हत्‍या का प्रयास

editor

મહેસાણા જિલ્લાના સાંસદ જુગલજી લોખંડવાલાએ એમ્બ્યુલન્સની ભેટ આપી

editor

Leave a Comment

UA-96247877-1