Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરનાં રોકડિયા હનુમાન મંદિર ખાતે અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરાયું

દરવર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જતા પદયાત્રીઓ માટે સતત ૨૪ કલાક પાંચ દિવસ ભોજન પ્રસાદ તેમજ દવા માલિશ કેન્દ્ર અમદાવાદ વિંઝોલ વટવાના શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વટવા અમદાવાદ દ્વારા વક્તાપુર હિંમતનગર રોકડિયા હનુમાનજીના મંદિર ખાતે રાખવામાં આવેલ છે જે તા. ૬/૯/૧૯ બપોરથી તા.૧૦/૯/૧૯ બપોર સુધી આ સેવા આપવામા આવશે જેમાં અલગ અલગ વાનગી શીરો, ફાળા લાપસી, દૂધપાક, ભાજીપાઉં, લાઈવ ઢોકળા, દાળ – ભાત, પુરી શાક, પાપડ, ખિચડી, કઢી, ગોટા સહિતની તમામ પ્રકારનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવશે એમ શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળના પ્રમુખ અતુલ રાવજીભાઇ પટેલે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે ભાદરવી પૂનમે પગપાળા આવતાં હોય છે.ે
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

रास्तों की मरम्मत के लिए १५८ करोड़ आवंटित : नीतिन पटेल

aapnugujarat

ગોમતીપુરમાં રીક્ષાચાલકની હત્યાથી સનસનાટી

aapnugujarat

સાપુતારામાં ગીરા ધોધનું આહલાદક વાતાવરણ નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1