Aapnu Gujarat
રમતગમત

એસ.વી. આઇ. ટી. વાસદ ની બેડમિન્ટન ટીમનો જી.ટી.યુ. સ્પર્ધામાં દબદબો

ગત રોજ તારીખ  ૧લી. સપ્ટેમ્બર ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,વાઘોડિયા રોડ વડોદરા ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની ઝોન -૩  ની‌ બેડમિન્ટન ભાઈઓ બહેનો ની સ્પર્ધાનું આયોજન નીઓટેક કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જી. ટી. યુ. સાથે સંકળાયેલી વલ્લભ વિદ્યાનગર ઝોન-૩ માં થી 15 ભાઈઓની અને 10 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નીઓટેક કોલેજના આચાર્ય ડૉ.નીપા દેસાઇ, જી.ટી.યુ. ના કાર્યકારી ઓફીસર ડૉ. આકાશ ગોહિલ, વડોદરા બેડમિન્ટન ના સેક્રેટરી તુષાર કદમ,એ.ડી.આઈ.ટી. ના સ્પોટ ડાયરેક્ટર ડૉ. કિરણ પટેલ, આઈ.ટ.એમ. કોલેજના ડાયરેક્ટર ડાયરેક્ટર ડૉ. હેમરાજ પટેલ અને એસ.વી.આઇ. ટી. વાસદ ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિકાશ અગ્રવાલ વગેરે ઉપસ્થિત સ્પર્ધા નિહાળી હતી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

સ્પર્ધામાં એસ. વી. આઈ. ટી. ની બહેનોની ટીમે  ક્વાટર ફાઇનલમાં એસ.પી..સી.એ.એમ (SPCAM) ની ટીમને ૨-૦ થી હરાવી સેમિફાઇનલ માં પ્રવેશ મેળવ્યો હતો.સેમી ફાઇનલમાં એ.ડી.આઈ.ટી. (ADIT) ની સામે ૨ – ૧ થી જીત મેળવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યો હતો.સંઘર્ષ પૂર્ણ ફાઈનલ મેચમાં બી.વી.એમ.(BVM) ની બહેનો ની ટીમ સામે એસ. વી. આઇ. ટી.(SVIT) ની બહેનો ની ટીમ નો ૨ – ૦ થી પરાજય થયો હતો અને જી.ટી.યુ. ની ઝોન – ૩  ની બેડમિન્ટન બહેનોએ સ્પર્ધામાં ની એસ.વી.આઈ.ટી ની ટીમ ઉપવિજેતા રહી હતી.

ભાઈઓની સ્પર્ધામાં વોટર ફાઇનલમાં gset નિતીન ને 3 1 થી પરાજિત કરી સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યું હતું સેમિફાઈનલમાં  ડી.જે.એમ.આઇ.ટી. (DJMIT) ની  ટીમ ને એક તરફા મુકાબલામાં ત્રણ જીરો થી હરાવી ફાઇનલમાં પહોંચી હતી.

ફાઇનલમાં એસ. વી. આઇ. ટી.(SVIT) ની ટીમે પુરા જુસ્સા અને ઝનુન સાથે રમી હતી. અને બી.વી.એમ.(BVM) ની ભાઈઓ ની ટીમને ફાઈનલમાં 3 – 0 પરાજિત કરી ચેમ્પિયનશિપ મેળવી હતી.

એસ. વી. આઇ. ટી. ભાઈઓ ની ટીમ મા આદિત્ય કદમ, અથર્વ જોષી અને તેજ બવૉ એ ખુબ સુંદર પ્રદર્શન કરી ટીમની જીતમાં સિંહ ફળો આપ્યો હતો.

સમગ્ર સ્પર્ધા દરમિયાન એસ. વી. આઇ.ટી.ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર શ્રી વિકાશ અગ્રવાલ સતત  ટીમની સાથે રહી તેમને માર્ગદર્શન આપતા રહ્યા હતા અને આ પૂર્વે ખેલાડીઓ માટે કોચીંગ અને પ્રેક્ટિસ સેશન પણ યોજતા રહ્યા હતા જેથી ખેલાડીઓ સારી મહેનત કરી સ્પર્ધામાં ભાગ લે અને વિજેતા બની શકે.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ  શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી ખેલાડીઓ અને કોચ ને શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.

Related posts

Avinash Sable frm India qualifies for Olympics in Tokyo

aapnugujarat

અમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો ટ્રોલ થયો વિરાટ કોહલી

editor

ओपनिंग को लेकर सचिन ने कहा – गिड़गिड़ाने के बाद मिला था मौका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1