Aapnu Gujarat
બ્લોગ

પ્રેમમાં તો હું હંમેશા તારી સામે નતમસ્તક રહ્યો છુ વિશ્વાસઘાત સહ્યા પછી પથ્થર હ્રદયનો બની ગયો

    સોશિયલ મીડિયા પર ટીન ટીન અવાજ સાથે નોટિફિકેશન આવે છે અને ચેતન આ નોટિફિકેશન જોઈને મનમાં ને મનમાં મંદ-મંદ હસી રહ્યો છે. નેહા નામની યુવતી ચેતનની સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બને છે. શરૂઆતના દિવસોમાં નેહા અને ચેતન એકબીજા સાથે બહુ ઓછા પ્રમાણમાં વાત કરી રહ્યા છે પરંતુ થોડા દિવસની જ મિત્રતા બાદ એક બીજાના મન મળી જતા કલાકો સુધી નેહા અને ચેતન વાતચીત કરી રહ્યા છે અને આનંદ મેળવી રહ્યા છે. મિત્રતાને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મહિનાઓ થયા છે  તેમ છતાં પણ બંનેની રૂબરૂ મુલાકાત થઈ જાય છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અને ટૂંકી મુલાકાત પણ ચેતન તથા નેહા માટે સંભારણું બની જાય છે. ચેતન અને નેહાએ પ્રેમનો એકરાર કર્યા પછી તો કલાકો સુધી એકબીજા સાથે સંવાદ કરી રહ્યા છે અને પ્રેમથી બધી જ વાતો પણ કરી રહ્યા છે. ચેતન નેહા પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી રહ્યો છે અને સામે નેહા પણ ચેતન પર પૂરો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. ચેતન અને નેહાનો પ્રેમ ચરમસીમા ઉપર પહોંચી જાય છે અને બંને એક બીજા ને છેલ્લા શ્વાસ સુધી સાથ આપવાનું વચન આપે છે. પ્રેમિકા નેહાના પડ્યા બોલ ચેતન દ્વારા ઝીલવામાં આવી રહ્યા છે, જાણે કે ચેતન નેહાના પ્રેમમાં નતમસ્તક રહે છે અને તે પ્રમાણે અનુસરણ પણ કરવામાં આવે છે. સવાર હોય કે પછી સાંજ ચેતન દ્વારા સતત નેહાની ચિંતા કરવામાં આવે છે અને સમય કાઢીને નેહા સાથે વાતચીત પણ કરી રહ્યો છે. ચેતન અને નેહા બંનેની વ્યસ્તતાના કારણે થોડા દિવસો સુધી બંને એકબીજા સાથે નિત્યક્રમ પ્રમાણે વાતચીત કરી શકતા નથી તેમ છતાં પણ સમય મળે ત્યારે ક્યારે ક્યારેક થોડો સમય કાઢીને વાત થયા કરે છે. ચેતન નેહાની વ્યસ્તતાને સમજી શકતો નથી અને તેની વાતો પર અક્ષરશઃ વિશ્વાસ કરી રહ્યો છે.
      કોણ જાણે ચેતન અને નેહાના પ્રેમને કોઈની નજર લાગી જય હોય તેવી ઘટના બને છે. ચેતનને એક દિવસ નેહા સાથે વાત-ચીત દરમિયાન જાણવા મળે છે કે નેહાને કોઈ અન્ય યુવક સાથે પણ પ્રેમ સંબંધ છે. તેમ છતાં પણ નેહા ચેતન સાથે વાત કરવા માંગતી હોય છે ત્યારે ચેતન કહે છે કે હવે હું તારી સાથે શું વાત કરું? તું તારા પ્રેમી સાથે વાત કર અને ખુશ રહે. નેહાએ કહ્યું કે મારે તમારી સાથે ખુશ રહેવું છે અને તે વ્યક્તિ તો મનમૌજી છે, મરજી પડે ત્યારે વાત કરે છે બાકી અઠવાડિયા સુધી વાત પણ કરતો નથી. તારો પ્રેમી તારી સાથે વાત કરે કે ન કરે એ તારો પ્રશ્ન છે, હવે આપણા સંબંધો પહેલા જેવા નથી રહ્યા તારે જે કરવું હોય તે કરવા માટે તું સ્વતંત્ર છે તેમ ચેતને નેહાને સ્પષ્ટ કહી દીધું. ચેતન તમે મને સમજવાનો પ્રયત્ન કરો, મે તમારી સાથે વિશ્વાસઘાત નથી કર્યો અમારા સંબંધો બે વર્ષ પહેલાંથી છે અને અમારા વચ્ચે શારીરિક સંબંધો નથી તેમ નેહા એ જણાવ્યું. તારા જેવા સંબંધો છે તે તમને મુબારક હવે મારે તારી સાથે કોઈ પણ પ્રકારના સંબંધો રાખવા નથી તેમ ચેતનને જણાવતા નેહાના આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગે છે. નેહા રડતા રડતા પણ ચેતન સાથે વાત કરતા કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મારી ભૂલનો મને પસ્તાવો છે. તમે જે સજા આપવા માંગો તે મને મંજુર છે ત્યારે ચેતને સ્પષ્ટ કહી દીધું કે મેં તને ભરપૂર પ્રેમ કર્યો હતો પરંતુ તેના બદલામાં તે વિશ્વાસઘાત કર્યો છે અને ફરીથી પ્રેમમાં વિશ્વાસ સહન કરી શકું તેમ નથી. મને તારા પર હવે સહેજ પણ ભરોસો રહ્યો નથી અને હું તારી સાથે કોઈ પણ પ્રકારનો પ્રેમ સંબંધ રાખવા માગતો નથી.
       ચેતન સોશિયલ મીડિયાના તમામ માધ્યમો પર થી નેહાને બ્લોક કરી દે છે અને તેની સાથેના તમામ સંબંધોનો અંત લાવી દેવાનું વિચારી રહ્યો છે. નેહા સાથે કલાકો સુધી પ્રેમથી વાતો કરતો ચેતન હવે નેહાની સામે જોવાનું પણ પસંદ કરતો નથી અને નેહા સાથે વાત કરવાની પણ તેને ઈચ્છા થતી નથી. તો બીજી બાજુ નેહા ચેતન સાથેના સંબંધોનો અંત લાવવા માગતી નથી અને તે ચેતન સાથે મોબાઇલ દ્વારા સતત સંવાદ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ચેતન એ નેહા ને સ્પષ્ટ કહી દીધું કે એક યુવતીના બે પુરુષો સાથે પ્રેમ સંબંધ હોય તે મને મંજૂર નથી, બસ તારો અને મારો સંબંધ હવે રહ્યો નથી તારા પર મને સહેજ પણ લાગણી કે પ્રેમ બાકી રહ્યો નથી. એક વખત વિશ્વાસઘાત સહન કર્યા પછી ફરીથી હું વિશ્વાસઘાત સહન કરવા માંગતો નથી. નેહાએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે મને મારી ભૂલનો પસ્તાવો છે અને હું તમારી સાથે ખુશ રહેવા માંગુ છું પરંતુ હું મારા પહેલા પ્રેમીને છોડી શકું તેમ પણ નથી. ચેતને કહ્યુ કે મે તને ક્યારેય તારા પ્રેમીને છોડવાનું કહ્યું નથી તું તેની સાથે જ ખુશ રહે એટલા માટે હું તને છોડીને તારાથી દૂર જઈ રહ્યો છું. તમારા વગર હું ખુશ નહીં રહી શકું તેમ નેહાએ જણાવતા કે ચેતને કહી દીધું કે તને જો મારા પ્રત્યે સહેજ પણ પ્રેમ કે લાગણી હોત તો તે મારી સાથે વિશ્વાસઘાત ન કર્યો હોત અને આપણા છૂટા પાડવા માટે માત્ર અને માત્ર તું જ જવાબદાર છે. એ મારી ભૂલ હતી પરંતુ હવે હું શું કરું મને એમ લાગે છે કે હું બધા જ પ્રેમીઓને છોડી એકલી જ રહું તેમ નેહા એ કહેતા ચેતને તરત જ કહ્યું કે તારે એકલા રહેવું હોય કે અનેક પુરુષો સાથે રહેવું હોય એ તારે નક્કી કરવાનું છે તારી જીંદગી પર મારો હવે કોઈ અધિકાર રહ્યો નથી તું જ્યારે મારી હતી ત્યારે તારી મને ચિંતા થતી હતી પરંતુ તું હવે મારી રહી નથી એટલે તું નિર્ણય કરવા માટે સ્વતંત્ર છું. આપણા વચ્ચે પ્રેમ સંબંધો હતા ત્યારે આપણે ખૂબ વાતો કરી પરંતુ હવે આપણા વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધ બાકી રહ્યા નથી. આ સાંભળીને નેહા કહે છે કે હું સંબંધનો અંત લાવવા માગતી નથી અને તમારી સાથે વાતો કરવા માગું છું. પ્રેમ કે લાગણી વગર ની વાતો કરવી પણ મને પસંદ નથી એટલે તું મને ભૂલીજા અને તારી જિંદગી સુખેથી વિતાવ એવી તને શુભકામનાઓ પાઠવું છું તેમ ચેતન કહ્યુ. પણ તમારા વગર હું ખુશ નહીં રહી શકું તેમ નેહાએ જણાવ્યું. તુ ખુશ રહે કે ન રહે એ તારો પ્રશ્ન છે બાકી પ્રેમમાં તો હું હંમેશા તારી સામે નતમસ્તક રહ્યો છું, વિશ્વાસઘાત સહ્યા પછી પથ્થર હ્રદયનો બની ગયો છું અને આ પથ્થર હવે મળવાનો નથી તું તારી જિંદગી સુખેથી વિતાવ. પથ્થર હ્રદયનો બની ગયેલ ચેતન નેહા સાથે સબંધ રાખવા માંગતો નથી જ્યારે નેહા ચેના પ્રહેલા પ્રેમીની સાથે સાથે ચેતન સાથે પણ પ્રેમ સબંધો રાખવા માંગે છે. જે વાત ચેતનને મંજુર નથી અને તેમનો કહેવાતો પ્રેમ મધદરીયે વમળોમાં જહાજ ફસાયુ હોય તેવો લાગી રહ્યો છે. 
(સત્યઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે.)

Related posts

सुंदर विचार

aapnugujarat

सुषमा श्रद्धांजलि: पक्ष हो या विपक्ष, सभी की आंखें डबडबा गयीं!!!

aapnugujarat

કશ્મીરના ગર્વનરનો ફેક્સ અને રસોઇ બગડી ને પક્ષોનો ખેલ બગડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1