Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમ મોદીએ ચૂંટણી તારીખોની જાહેરાત આગળ કરાવી, પરંતુ જનતા તૈયાર બેઠી છેઃ કોંગ્રેસ

લાંબા સમયથી જે લોકસભા ચૂંટણી તારીખોની આતૂરતાથી રાહ જોવામાં આવી રહી હતી તેની જાહેરાત રવિવારે સાંજે ચૂંટણી પંચ કરી શકે છે. હાલમાં લોકસભા ચૂંટણીને લઇને દેશમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યાં દેશના સૌથી મોટા વિપક્ષ દળે ભાજપા પર નિશાન સાધ્યા છે. હાલમાં ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરેન્સ ચાલી રહી છે જેમાં તે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે તેવી સંભાવનાઓ છે. આ પહેલા કોંગ્રેસ નેતા પવન ખેડાએ ભાજપા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વિદાઇ પર્વનો આજે છેલ્લો દિવસ છે, મતદાતાઓ સાડા ત્રણ વર્ષથી રાહ જોઇ રહ્યા છે. ખાસકરીને બેરોજગાર યુવાનો અને હેરાન ખેડૂતો આ ઘડીની રાહ જોઇ રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી તારીઓની જાહેરાત થોડી આગળ કરાવી, પરંતુ જનતા તૈયાર બેઠી છે. ઉલ્લેખનીય છે કે, વિતેલા થોડા દિવસ પહેલા કોંગ્રેસ આરોપ લગાવ્યા હતા કે ચૂંટણી પંચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય કાર્યક્રમો પૂરા થવાની રાહ જોઇ રહ્યું છે. જે પછી તે લોકસભા ચૂંટણી તારીખો જાહેર કરશે. કોંગ્રેસે આ દરમિયાન ભાજપા સરકાર પર નીરવ મોદી અને મેહુલ ચોક્સીને બચાવવાના આરોપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય બાબત છે કે એક દિવસ પહેલા ભારતીય બેન્કો સાથે અબજો રુપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી ગયેલ નીરવ મોદીને લંડનના રસ્તાઓ પર બેખોફ ફરતો વીડિયો વાયરલ થયો હતો, જેની પર કોંગ્રેસ અધ્યક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીરવ મોદી પર સમાનતાના આરોપ લગાવતા દાવા કર્યા હતા કે, એક દિવસ બંનેએ ન્યાયનો સામનો કરવો પડશે.રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી હતી કે, લંડનમાં ભાગેડૂ નીરવ મોદીનો વીડિયો તેના અને તેના ભાઇ પ્રધાનમંત્રી મોદી વચ્ચે વિચિત્ર સમાનતા દર્શાવે છે. બંનેએ ભારતને લૂટ્યું અને બંને ને મોદી કહેવામાં આવે છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંતિ નોબેલ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર

aapnugujarat

પુખ્તવયની બે વ્યક્તિ લગ્ન કરી શકે : સુપ્રીમ

aapnugujarat

આ વર્ષે મોનસુન સામાન્ય રહેશે : હવામાન વિભાગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1