Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ સપા અને બસપાએ ગઠબંધન કર્યું

બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ તેમના હોમ સ્ટેટ ઉત્તર પ્રદેશ બહાર વધુ રાજ્યોમાં ગઠબંધનની જાહેરાત કરી છે. આગામી લોકસભા ચૂંટણીને પગલે બુઆ-બબુઆએ હવે મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાંમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશમાં આવેલી કુલ ૨૯ લોકસભા બેઠકો પૈકી અખિલેશ યાદવેની સમાજવાદી પાર્ટી ત્રણ બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે બાકીની બેઠકો પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને ઉતારાશે.દરમિયાન ઉત્તરાખંડની પાંચ લોકસભા બેઠકમાંથી સપા એક બેઠક પર ચૂંટણી લડશે અને બસપા ત્રણ બેઠક પરથી ચૂંટણી લડશે તેવું બન્ને પક્ષના સુપ્રીમો અખિલેશ યાજવ અને માયાવતીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ ઉત્તર પ્રદેશમાં બે દાયકાથી વધુ સમય બાદ લોકસભા ચૂંટણી માટે સપા અને બસપાએ ગઠબંધનની જાહેરાત કરી હતી. યુપીની ૮૦ લોકસભા બેઠતો પૈકી સપા ૩૮ બેઠકો પરથી જ્યારે સપા ૩૭ બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસની પરંપરાગત બે બેઠક અમેઠી અને રાયબરેલી પરથી તેમણે કોઈ જ ઉમેદવાર નહી ઉતારવાની જાહેરાત કરી હતી. જો કે આ વખતે સપા અને બસપાએ કોંગ્રેસનો હાથ છોડીને ગઠબંધન કર્યું હોવાથી નવા સમીકરણો રચાવાની સંભાવના રહેલી છે.

Related posts

પુલવામા એટેક : એનઆઈએને સીસીટીવી દ્વારા મળ્યા મહત્વના પુરાવા

aapnugujarat

ઉન્નાવમાં બળાત્કારનો પ્રયાસ કરનાર બે શખ્સો પકડાયા

aapnugujarat

उत्तराखंड में४८ घंटे के बाद खुला गंगोत्री नेशनल हाईवे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1